ડાંગ જિલ્લામાં દરેક ક્ષેત્રે મહિલાઓની વધી રહેલી ભાગીદારી એ મહિલા નેતૃત્વનું ઉત્તમ પરિણામ છે તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરીએ, આહવા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આયોજિત મહિલા નેતૃત્વ દિવસના કાર્યક્રમ વેળા જણાવ્યું હતું.
મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે, ત્યારે મહિલા કલ્યાણની અનેકવિધ યોજનાઓનો લાભ લઇને, ગ્રામીણ મહિલાઓને વધુ સક્ષમ બનવાની પણ આ વેળા તેમણે હિમાયત કરી હતી.
આહવાના ડાંગ દરબાર હોલમાં આયોજિત મહિલા નેતૃત્વ દિવસના કાર્યક્રમમાં દેશની વસતિમાં પ૦ ટકા જેટલુ સ્થાન ધરાવતી મહિલાઓની જનસંખ્યા, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ પ૦ ટકા મહિલા નેતૃત્વ સ્વીકારાયુ છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ છોકરાઓની સરખામણીએ છોકરીઓના જન્મદરનું પ્રમાણ વધુ છે તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે, શહેરી સમાજની જેમ ગ્રામ્ય સમાજમાં પણ દિકરા-દિકરીઓના ભેદનું દૂષણ ન પ્રવેશે તે માટે ડાંગની મહિલાઓને જાગૃત રહેવાની અપીલ કરી હતી.
પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટર શ્રી કુમારે ડાંગ જિલ્લામાંથી બહુપત્નિત્વ પ્રથા, વ્યસન અને જુગાર જેવા કુરિવાજોને તિલાંજલી આપવા માટે મહિલાઓ અગત્યની ભૂમિકા અદા કરી શકે છે તેમ જણાવી, મહિલા નેતૃત્વના નેજા હેઠળ જિલ્લામાં કાર્યરત ૪૧૦૦ થી વધુ સખી મંડળો પૈકી, ૨૦૦૦ જેટલા સખી મંડળો આર્થિક ઉપાર્જન ક્ષેત્રે પ્રવૃત્ત થયા છે, ત્યારે બાકીના સખી મંડળો પણ પ્રવૃત્ત્િાશીલ બને તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું. શિક્ષિત ભાવિ પેઢીના નિર્માણ માટે ગ્રામીણ માતાઓએ વિશેષ તકેદારી સાથે તેમના સંતાનોને પ્રાથમિક શિક્ષત ફરજિયાતપણે મળે તે બાબતે સવિશેષ જાગૃતિ દાખવવાનો પણ કલેક્ટરશ્રીએ આ વેળા અનુરોધ કર્યો હતો.
મહિલાઓમાં રહેલી અપાર ક્ષમતાનો ખ્યાલ આપતા ડાંગના નવનિયુક્ત મહિલા પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળીએ, તમામ મહિલાઓમાં રહેલી શક્તિ અને ક્ષમતાનો બખૂબી ઉપયોગ કરીને, સમાજને નેતૃત્વ પુરૂ પાડવાનું આહ્વાન કર્યું હતું. મહિલાઓને શક્તિપંૂજ ગણાવતા પોલીસ અધિક્ષકશ્રીએ ડાંગની મહિલાઓને જરુર પડયે ગમે ત્યારે, તેઓ તેમનો સંપર્ક કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું. મહિલાઓને શક્તિશાળી અને ક્ષમતાવાન બનીને, સમગ્ર ધરપરિવારની જવાબદારી નિભાવવાની પણ શ્રીમતી શ્રીમાળીએ આ વેળા અપીલ કરી હતી.
મહિલાઓની ભાગિદારી વિના સર્વાંગિણ વિકાસ શક્ય નથી તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલે સમાજમાં મહિલાઓની ભાગિદારી, અને તેમના સશક્તિકરણ માટે થઇ રહેલા પ્રયાસોની ઝાંખી રજુ કરી હતી.
મહિલા નેતૃત્વ દિવસના ઉજવણી કાર્યક્રમ દરમિયાન સરકારી કૉલેજના મહિલા પ્રાધ્યાપિકા ડૉ.હેતલ રાઉતે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અને વધી રહેલા નેતૃત્વનો ખ્યાલ આપી, પ્રતિવર્ષ યોજાતા મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનો ઉદૃેશ સ્પષ્ટ કર્યો હતો. મહિલાઓની સમાજમાં ભૂમિકાનો ઉલ્લેખ કરી અગ્રણી મહિલા સામાજિક કાર્યકર શ્રીમતી સુમનબેન દળવીએ દેશ અને સમાજને નેતૃત્વ પુરૂ પાડતી મહિલાઓના સાહસ, અને યોગદાનથી સૌને અવગત કરાવ્યા હતા.
ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમખ શ્રી નરેશભાઇ ગવળી સહિત સ્થાનિક મીડિયાકર્મીઓ, માહિતી વિભાગ અને આકાશવાણીની ટીમ, મિશન મંગલમના કર્મયોગીઓ, સખી મંડળની બહેનો સહિત જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મનોજ ખેંગાર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



