અલ્બેનિયા,તા.૨૧
સંસદમાં વિરોધ કરવાની વાત આવે તો કાગડા કાળા છે …તેવી કહેવત ભારત સિવાય બીજા દેશોને પણ લાગુ પડે છે.
યુરોપના એક નાનકડા દેશ અલ્બેનિયાની સંસદમાં દેશના વડાપ્રધાન ઈડી રામા ભાષણ કરી રહ્યા હતા ત્યારે કન્ઝર્વેટિવ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ એંડરી હાસાએ વડાપ્રધાન પર ઈંડા ફેંકવાના શરુ કર્યા હતા. એ પછી સુરક્ષા કર્મીઓએ સાંસદને પકડી લીધા હતા. એંડરી હાસા પર સંસદમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હતો. એ પછી વડાપ્રધાન ઈડી રામાએ સોશ્યલ મીડિયા પર ભડાસ કાઢી હતી.
અલ્બેનિયામાં યુનિવર્સિટીઓમાં ફી વધારવામાં આવી છે.જેના વિરોધમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.જેને વિપક્ષી પાર્ટીઓ સમર્થન આપી રહી છે.વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં સાંસદે સંસદમાં ઈંડા ફેંક્યા હતા.એ પહેલા વિદ્યાર્થીઓએ શિક્ષા મંત્રાલય પર ઈંડા ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓ ફી ઓછી કરવાની સાથે સાથે શિક્ષણ પધ્ધતિમાં સુધારો કરવા સહિતની ૮ માંગણીઓ સરકાર સમક્ષ મુકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




