તમામ વ્યસ્તતા વચ્ચે રહીને પણ વજન ઉતારી તંદુરસ્ત રહી શકાય; પોલીસ અધિક્ષક આર.વી.અસારી.

0
4519

આજના દોડભાગ ભર્યા ગતિશીલ યુગ માં સ્થૂળતા એક મોટી અડચણ બની રહી છે,કામ ની વ્યસ્તતા,આહાર વિહાર સમયસર ન રહે ,ટેન્સન ભર્યા જીવન માં ને જંક ફૂડ કે તળેલા પદાર્થો ખાઈ સમય સાચવવો પડે તેવી સ્થિતિ માં,ક્યારેક નશીલા પદાર્થો ના સેવન ને પરિણામે વધુ પડતો અપાચ્ય ખોરાક લેનાર ને શારીરિક સમસ્યા ઓ અને તેમાં પણ વધુ વજન થી આજનો યુવાન પીડાય છે,બેડોળ બની જાય છે અને પરિણામે માનસિક વિકલાંગ બનતો જાય છે.વજન ઉતારવાના નિતનવા જાહેરાતીયા નુસખા અપનાવતો કે જિમ માં જઈ બિનજરૂરી કસરત કરી પૈસા ને સમય નો બગાડ કરે છે

આ સમસ્યા ના ઉકેલમાટે સરાહનીય અને ખર્ચ વગર નો નુસકો એટલે સામાન્ય કસરત અને દોડ      :      પોલીસ અધિક્ષક આર વી અસારી.

સમાજ જીવન માં પોતાના કુટુંબ કબીલા ના સ્વાસ્થ્ય માટે તો હરકોઈ ચિંતિત રહે
પણ પોલીસ બેડા ને દાખલો પૂરો પાડ્યો પોલીસ અધિક્ષક અસારી સાહેબે,આમ તો અધિકારી એટલે માત્ર ઓર્ડર કરી તેનું પાલન કરાવનાર પણ અમદાવાદ રૂરલ ના પોલીસ અધિક્ષક કંઈક જુદી માટી ના ઘડાયેલા મુઠ્ઠી ઉંચેરા અધિકારી કહી શકાય કેમકે તેઓ માત્ર હુકમ નથી કરતા પણ સાથે રહી હુકમ પાલન કરે છે.સહ કર્મીઓ ના સ્વસ્થ્ય પ્રત્યે સભાનતા રાખી અંગ કસરત અને દોડ પ્રત્યે સથી કર્મચારી ની જોડે દોડી પોતા ની ફિટનેસ જાળવી કર્મચારી ને ઉત્સાહ સાથે દોડ લગાવી પ્રેરણા પુરી પાડી પરિણામ હાંસલ કરાવ્યા ની નોંધ પ્રમુખ અખબારોએ લેવી પડે તેવી સ્થિતિ નું નિર્માણ કરી પોલીસબેડામાં અને સમાજ જીવન માં દાખલો બેસાડ્યો છે


ઘટના એવી છે કે અમદાવાદ રૂરલ પોકિસ ના એક કર્મચારી નું વજન ૧૦૯ કિલો જેટલું હતું
સામાન્ય સંજોગોમાં અધિકારી કર્મચારી ને બે કડવા વેણ કહી વજન ઉતારવાની કડક સૂચના આપે પણ અહીં કૈક જુદીજ ઘટના એ આકાર લીધો, અસારી સાહેબે તેને સાથે દોડવા નિમંત્રણ આપી પોતાની સાથે આઠ માસ સુધી નિયમિત દોડાવી ૧૦૯કિલો ના પોલીસ કર્મી ને ૭૯ કિલો વજન નો બનાવી પોલીસ બેડા ને લાયક બનાવી સમગ્ર સમાજ માં સહ કર્મી ની આમ ચિંતા કરાય તેવો પદાર્થપાઠ પ્રસ્થાપિત કરી નામના મેળવી છે ત્યારે સમગ્ર અમદાવાદ રૂરલ પોલીસ નતમસ્તક બની આદર આપે તેજ યોગ્ય કહી શકાય

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY