વાડીએ ખેતી કરવાના બદલે સરપંચે દારૂનો ધંધો ચાલુ કર્યો પરંતુ રેગડી લાંબો સમય ચાલી નહીં
હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામે સરપંચે ગામમાં પોતાની વાડીએ ખેતી કરવાની જગ્યાએ દારૂનો વેપલો ચાલુ કર્યો હોવાનુ તારીખ ૫,૧૨ ના રોજ પોલીસે દારૂ અંગેની કરેલ રેડમાં સામે આવ્યું હતું ત્યારે પાછલા સતર દિવસથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા એવા ઈશ્વર નગર ના સરપંચ ને આખરે પોલીસે ગત મોડી રાત્રીના પોતાના ઘરેથીદબોચી લીધો હતો
બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ તારીખ ૫, ૧૨ના રોજ તાલુકાના ઈશ્વરનગર ગામે હળવદ પોલીસે દારૂ અંગેની રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસે બે આરોપીઓને રૂ ૫૩૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ દારૂ ક્યાંથી લાવ્યા અને કોનો છે તે દિશામાં તપાસ આદરી હતી ત્યારે પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો થવા પામ્યો હતો જેમાં આ વિદેશી દારૂ ઈશ્વરનગર ના સરપંચ અશ્વિનભાઈ પટેલ નો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આદરી હોય પરંતુ આરોપી પોલીસથી બચવા નાસતો ફરતો હોય તેવામાં ગત મોડી રાત્રીના પોલીસ દ્વારા આરોપી સરપંચ અશ્વિન પટેલને તેના ઘરેથી ને જ દબોચી લીધો હતો ઝડપાયેલ આરોપી ને પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




