અમદાવાદ જીલ્લાના આરોગ્ય વિભાગના એન.એચ.એમ કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખી પગાર વધારાની માંગણી

0
89

હડતાળના બીજા દિવસે અમદાવાદ જીલ્લાના આરોગ્ય વિભાગના એન.એચ.એમ કર્મચારીઓ કામથી અળગા રહ્યા.

અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ એન.એચ.એમ. હેઠળ વર્ષો થી કરાર આધારિત ફરજ બજાવતા વિવિધ કેડરના કર્મચારીઓ હડતાળના બીજા દિવસે પણ કામથી અળગા રહ્યા હતા અને અમદાવાદ જીલ્લા પંચાયત ખાતે એકત્રિત થયા હતા.

અમદાવાદ જીલ્લાના આરોગ્ય વિભાગ એન.એચ.એમ. હેઠળ વર્ષો થી કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોસ્ટ કાર્ડ લખીને પગાર વધારાની માંગણી કરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લાના આયુષ્ય મેડીકલ ઓફીસર, એફ.એ, સ્ટાફ નર્સ, ફિહેવ, ટીપીએ, ટીએફએ સહીતના એન.એચ.એમ. કર્મચારીઓ હડતાળમાં જોડાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહીતના કેન્દ્રો પર વિપરીત અસર જોવા મળી હતી.

અમદાવાદ જીલ્લાના એન.એચ.એમ. કર્મચારીઓના જણાવ્યા મુજબ, તા. ૨૮/૦૫/૨૦૧૮ ના રોજ સ્ટેટ હેલ્થ સોસાયટી દ્રારા નેશનલ હેલ્થ મિશન માં કામ કરતાં તમામ કર્મચારીઓ માટે પગાર અંગેની પોલીસી અમલમાં આવેલ હતી. જેમાં અમુક કેડરમાં તેઓના હાલના પગાર ધોરણ કરતાં પણ પગાર ઘટી જાય છે જે વિસંગતતા હતી. જે પરીપત્ર રદબાતલ કરી પગારની વિસંગતતા દુર કરી સમાન કામ સમાન વેતન મુજબ પગાર ધોરણ આપવા માટે ભલામણ કરવામાં આવેલ હતી. જેમાં દીન – ૧૫ માં વિસંગતતા દુર કરી નવો પગાર સુધારાનો પરીપત્ર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલ હતુ. જેનો અંદાજીત ૪ માસ થવા આવ્યા હોવા છતાં આજ દિન સુધી કોઇ પણ પ્રકાર નો પ્રત્યુતર મળેલ નથી. સરકારશ્રી દ્રારા આ બાબતે શકય તેટલી ઝડપથી પગાર વધારાનો સંતોષકારક પરીપત્ર કરવામાં નહી આવે ત્યાં સુધી ગાંધી ચીધ્યાં માર્ગે અચોકકસ મુદત ની હડતાળ ચાલુ રહેશે.

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY