ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ પર અવાર-નવાર લુંટ,ચોરી,મર્ડર જેવી અસામાજીક પ્રવૃત્તિ ઓ આ હાઇવે ઉપર થાય છે ત્યારે અહીં રાજગઢ ગામ પાસે ઓનેસ્ટ હોટલ આવેલી છે
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 16-05-2018 ના રાત્રિ ના 11:30 કલાકે ધ્રાંગધ્રા તાલુકા ના રાજગઢ ગામ પાસે આવેલી ઓનેસ્ટ હોટલ માં 7 શખ્સો આવ્યા હતાં આ કામ ના આરોપીઓ ક્રેટા સફેદ કલર ની જીજે-13-એટી-5556 તેમજ ટી.યુ.વી મહિન્દ્રા ગાડી નંબર જીજે-03-જેએલ-2968 મા સાત માણસો આવી અને ઓનેસ્ટ હોટલ માં જઇ હોટલ ના માલીક ને કહેલ કે જમવાનું આપો તેમ કહેતાં હોટેલ ના માલીકે એ કહેલ કે હોટેલ બંધ થઈ ગયેલ છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ હોટેલ ના માલીક ને ઢીંકાપાટુ નો ઢોર માર મારી એક ઈસમે છરી બતાવી રૂપિયા ૧૧ હજાર ની લૂંટ કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી એકબીજા ને મદદગારી કરી નાસી જઇ ગુનો કર્યો હોય જેથી આ આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન માં ઓનેસ્ટ હોટલ ના માલિક સતિષભાઈ બલરામભાઈ ચોરસિયા રહે.અમદાવાદ માલવણ હાઇવે ઓનેસ્ટ હોટેલ ના માલિકે આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો હતો
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી સાહેબ નાઓએ આ ગુના ના આરોપી ઓને પકડવા સુચના તથા માર્ગદર્શન આપતા આજરોજ તારીખ.18-05-2018 ના રોજ એલ.સી.બી સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ડી.ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા,રવિભાઈ ભરવાડ,સરદારસિંહ ગોહીલ,પ્રતાપસિંહ પરમાર,કિશોરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજય સોલંકી,મહેન્દ્ર સિંહ ગોહિલ વગેરે સ્ટાફ ના માણસો ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌહાણ ને મળેલ ખાનગી બાતમી ના આધારે ધ્રાંગધ્રા તાલુકા ના જેગડવા ગામ ની ચોકડી ઉપર આવતા ખાનગી બાતમી ના આધારે તે દરમિયાન આરોપી ઓ (1) અશોકભાઈ શંકરભાઈ બારડ(કારડીયા રાજપુત) (2) ઉર્વેશભાઈ રાઘવભાઈ કેવડિયા (3)નિલેશભાઈ કાળુભાઈ વિરાણી (પટેલ) (4)વિપુલભાઇ અમરશીભાઈ ડોબરીયા (પટેલ) (5)ભાવેશભાઈ દેવજીભાઈ માવાણી (પટેલ) (6)હરિવદનભાઈ જેઠાભાઇ જોશી ને પકડી પાડી તેઓના કબ્જામાંથી મોબાઈલ નંબર 5 કિંમત રૂપિયા.55,000 તથા ગુના માં વપરાયેલી ક્રેટા કાર જેની કિંમત રૂ.15,00,000 અને ટી.યુ.વી મહિન્દ્રા ગાડી જેની કિંમત રૂ.5,00,000 અને ગુના મા વપરાયેલ છરી સાથે કુલ રૂ.20,55,000 ના મુદ્દામાલ પકડી પાડી આરોપી ઓએ ગુનો કબૂલ કર્યો છે
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






