મનમોહન સિંઘનો રોલ કરતા શરૃમાં મૂંઝાયો હતો, રમૂજ પણ અનુભવી હતી : અનુપમ ખેર

0
20

મુંબઈ,તા.૧૨
સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યુ હતું કે મને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનો રોલ આૅફર થયો ત્યારે શરૃમાં હું મૂંઝાયો હતો તેમ રમૂજ પણ અનુભવી હતી. પોતાના ફેન્સ સાથે સવાલ જવાબ કરતાં એક ફેનને અનુપમે જણાવ્યું,’પહેલીવાર મને આ રોલ આૅફર થયો ત્યારે શરૃમાં મેં રમૂજ અનુભવી તેમ મૂંઝાયો પણ ખરો. મનમોહન સિંઘ હજુ હયાત છે અને એમની કામગીરી સૌ જાણે છે… પરંતુ સ્ક્રીપ્ટ વાંચી ત્યારે હું ચોંકી ઊઠયો કારણ કે કોઇ પણ અભિનેતા માટે આ રોલ એકદમ ચેલેંજિંગ છે’ એમ અનુપમે કહ્યુ હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના એક સમયના સચિવ સંજય બરુપએ લખેલા પુસ્તક ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર આ ફિલ્મ આધારિત છે. અનુપમે કહ્યુ કે લંડનમાં શૂટિંગ કરતી વખતે મને ઘણી મોજ પડી. હું એક પ્રોફેશનલ એક્ટર છું અને મારા પાત્ર માટે પૂરતી તૈયારી કર્યા પછી કેમેરાની સામે જાઉં છું. એટલે મને આ રોલ કરતી વખતે કોઇ મુશ્કેલી પડી નહોતી. મનમોહન સિંઘની પત્ની ગુરુશરણ કૌર તરીકે દિવ્યા શેઠ શાહ ચમકી રહ્યાં છે અને પુસ્તકના લેખક સંજય બરુ તરીકે અક્ષય ખન્ના ચમકી રહ્યો છે. અનુપમે કહ્યુ કે કોઇ અભિનેતાને આવી સ્ક્રીપ્ટ જીવનમાં એકાદ વાર મળતી હોય છે. આવી સ્ક્રીપ્ટ વારંવાર હાથમાં આવે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY