અમેરિકા : શીખ એટોર્ની જનરલ પર વંશિય ટિપ્પણી મુદ્દે એફએમ રેડિયોના બે જોકી સસ્પેન્ડ

0
19

ન્યૂજર્સી,તા.૨૭
અમેરિકાના પહેલા શીખ એટોર્ની જનરલ ગુરબીર ગ્રેવાલ પર વંશીય ટિપ્પણી કરવાના આરોપમાં રેડિયો એફએમ એનજે ૧૦૧.૫ના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેઓએ બુધવાર બપોરે પોતાના કાર્યક્રમ દરમિયાન જનરલને અનેકવાર ‘પાઘડીવાળો વ્યક્તિ’ કહીને સંબોધિત કર્યા. અનેક નેતાઓ અને અન્ય નાગરિકોએ તેની ઘણી ટીકા કરી.
એનજે ૧૦૧.૫ એફએમ પર ડેનિસ એન્ડ જુડી શો રજૂ કરનારા ડેનિસ માલોય અને જૂડી ફ્રેંકો મારિજુઆના સાથે સંકળાયેલા મામલાનું પ્રોસિકયૂશન ખતમ કરવાના ગ્રેવાલના ચુકાદા પર ચર્ચા કરી રહ્યા હતા. માલોયે કહ્યું, “તમે એટોર્ની જનરલને જાણો છો? હું તેમનું નામ જાણવાનો ક્યારેય પ્રયાસ નહીં કરું. હું તેમને માત્ર પાઘડીવાળા વ્યક્તિ કહીશ.” ફ્રેંકોએ આ શબ્દનો ઉપયોગ વારંવાર ગીત ગાવાના અંદાજમાં કર્યો. માલોયે એમ પણ કહ્યું, “જો તેઓ આ વાતથી દુઃખ પહોંચે છે તો તેઓ પાઘડી ન પહેરે.”
ગુરબીર ગ્રેવાલ (૪૫)એ આ મામલામાં સખત પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વીટ કર્યું, “હું એક અમેરિકન શીખ છું. મારી ત્રણ દીકરીઓ છે. કાલે મેં તેમને કહ્યું, રેડિયો બંધ કરી દો.” ગ્રેવાલે એમ પણ લખ્યું, “આ પહેલીવાર નથી જ્યારે મારી મજાક ઉડાવવામાં આવી હોય. આ છેલ્લીવાર પણ નહીં હોય. અનેક વખતે હું તેને એકલા સહન કરું છું. કાલે સમગ્ર ન્યૂ જર્સીએ તેને સાંભળ્યું. હવે સંકુચિત અસહિષ્ણુતાને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે.’
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY