બદામી રોડ પર અમિત શાહ દ્વારા થયેલો રોડ શો

0
94

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી, તા. ૧૦
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને બીએસ યેદીયુરપ્પાએ પ્રચારના છેલ્લા દિવસે કર્ણાટકમાં તમામ તાકાત લગાવી હતી. બંનેએ બદામી રોડમાં રોડ શો યોજીને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઉપર આક્ષેપબાજી કરી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ વખતે ચામુંડેશ્વરી ઉપરાંત બદામીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે જુદા જુદા સંગઠનો સાથે હાથ મિલાવીને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મુકી દીધી છે. તેમણે કહ્યું હતું કે, ૧૨મી મેના દિવસે વિધાનસભા ચૂંટણી દરમિયાન બદામીમાંથી સિદ્ધરમૈયાની ચોક્કસપણે હાર થશે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ પણ રેલી અને રોડ શો યોજ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY