કારની અડફેટે બાઈક સવાર બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં

0
23

અમરેલી,તા.૨૦
અમરેલીમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં કારની અડફેટે આવી જતાં સગા બે ભાઇઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામ લોકો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. અને ઇજાગ્રસ્ત બંને ભાઇઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના બાબરાના કરિયાણા રોડ ઉપર એક કારે બાઇક ઉપર પોતાના ગામ પરત જઇ રહેલા સગા બે ભાઇઓને અડફેટે લીધા હતા. જેના પગલે બંને ભાઇઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે બંને ભાઇઓ ૬૦ વર્ષીય ડાયાભાઇ મનજીભાઈ જાદવ અને ૭૦ વર્ષીય નરસિંહભાઈ મનજીભાઇ જાદવ કરિયાણા (માધુપુર) ગામના રહેવાસી છે.
તેઓ બુધવારે સવારે બાબરા ખાતે બેન્કના કામે ગયા હતા અને તેઓ કામ પતાવી બાઇક ઉપર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે કારે અડફેટે લીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY