ગરીબોનું અનાજ બારોબાર વેચનારા અમરેલીના ચાર વેપારી સામે ફરિયાદ

0
397

અમરેલી:

અમરેલીના ચકચારી અનાજ કૌભાંડમાં રાજ્ય સ્તરેથી એફઆઈઆરનો આદેશ થયા બાદ પૂરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના ચાર વેપારીઓ સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે જેના પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં લાંબા સમયથી ભારે ચકચાર માચાવનારા અનાજ કૌભાંડમાં અત્યાર સુધીમાં ૨૫૦થી પણ વધુ લોકોના નામે કુલ ૧૨ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા બારોબાર અનાજનો જથ્થો ઉપાડી લાંબા સમયથી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં અમરેલીના મોટા રાજકીય માથાઓના નામે પણ બારોબાર અનાજના જથ્થાની ખરીદી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું હતું. રાજ્ય તકેદારી આયોગની બેઠકમાં ચર્ચા અને એફઆઈઆરના આદેશ બાદ અમરેલીના મામલતદાર મણીભાઈ ગોસાઈ દ્ધારા ફરિયાદ નોંધાઈ છે, જેમાં મહિલા ગ્રાહક સહકારી ભંડારના માલિક ધીરુ ભીમજી સોલંકી દ્વારા ત્રણ રાશનકાર્ડ, પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર, બટારવાડીના મલિક ઈરફાન ઘોઘારી દ્વારા પાંચ રાશનકાર્ડ, નાગરીક ગ્રાહક સહકારી ભંડાર, દુકાન નં.૬ના  માલિક રમેશ મકવાણા દ્વારા છ રાશનકાર્ડ તેમજ અન્ય એક નાગરિક ગ્રાહક સહકારી ભંડાર માલિક જોરુ ચુડાસમા દ્ધારા બે કાર્ડધારકોના નામે છેલ્લા છ મહિના જેટલા સમયથી દર મહિને બારોબાર અનાજ અને કેરોસીનનો જથ્થો ઉપાડી કાળાબજારમાં વેચવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY