સેક્સી એમી જેક્સન હાલમાં નવી ફિલ્મને લઇ વ્યસ્ત બની.

0
31

મુંબઇ,તા. ૮
હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન વિલન નામની ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મમાં તેની સાથે શિવરાજકુમાર, સુદીપ અને મિથુન કામ કરી રહ્યા છે.

આ ફિલ્મ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. એમી બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેથી તેના બોલિવુડમાં રહેલા શુભચિંતકો હવે તેને હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવી લેવાની સલાહ આપી રહ્યા છે. એમી જેક્સન તેની કેરિયરમાં હાલમાં તે સૌથી મોટા સુપરસ્ટાર સાથે હાલમા કામ કરી રહી છે જેમાં ટુ ફિલ્મ સામેલ છે.

આ ફિલ્મમાં રજનિકાંતની મુખ્ય ભૂમિકા છે. હાલમાં આ ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ જેક્સનની કેરિયરમાં તેજી આવી શકે છે અને તેની માંગ હાલ કરતા વધારે થઇ શકે છે. એમી જેક્સને છેલ્લે અક્ષય કુમારની સાથે સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ જ સફળતા મેળવી શકી હતી. એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. સ્ટાર એમી જેક્સન સાવધાનીપૂર્વક ફિલ્મો હાલમાં સ્વીકારી રહી છે.૪૦૦ કરોડના જંગી ખર્ચથી રજનિકાતની ટુ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. જે હજુ સુધી બનેલી સૌથી મોંઘી ફિલ્મ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. રજનિકાંત સાથે તમામ કલાકારો કામ કરવા માટે ઉત્સુક રહે છે. એમીને પણ મોટી તક મળી છે. પોતાની ભૂમિકા કેવી છે તે અંગે હાલમાં કોઇ વાત કરાઇ નથી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY