સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાની તારાપુર ચોકડી પર મુકેશ નામના ભાજપના મોટા માથા ની શેહ માં કેટલાક ઇસમો હાઇવે પરથી જતી કેમિકલ ટેન્કર ડ્રાઈવર સાથે સાંઠગાંઠ કરી કેમિકલ ચોરીનો વેપલો શરૂ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા એમ પણ છે કે તારાપુર ચોકડી નજીક આવેલ ગંગોત્રી હોટેલ ની આસપાસ સિમેન્ટના ગોડાઉન નજીક માં પણ કેટલાક ગોરખધંધા ચાલતા હોવાનું ચર્ચાય છે ત્યારે શુ આ કેમિકલચોરી ત્યાં તો નહીં ચાલતી હોય?
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં લાંબા સમય પછી તારાપુર ચોકડી કેમિકલચોરી માં બદનામ થઈ રહી છે સાથે-સાથે ચોરેલું એક્સપ્લોઝિવ કેમિકલ અસહ્ય ગરમીમાં આગ પકડે તો ચોરી કરતી વખતે ટેન્કર પણ સળગી જાય અને આસપાસના લોકોને કે ગામને નુકસાન થાય તેની જવાબદારી કોની? કહેવાય છે કે ભાજપના મોટા માથાની આડમાં આ ગોરખ ધંધા શરૂ થયા છે ,જે દહેજ, રણોલીથી સૌરાષ્ટ્ર તરફ જતી ટેન્કરો તેમજ કંડલા અને જામનગરથી આવતી ટેન્કરોમાંથી મોંઘા કેમિકલનો કાળો કારોબાર કોની રહેમ નજરથી ચાલી રહ્યો છે ?એ વિશે લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ થાય છે .
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરીનું કેમિકલ જો અમદાવાદ જતું હોય કે અન્ય કોઈ ઠેકાણે જતું હોય અને જો કોઈ લઠ્ઠાકાંડ સર્જાય તો તેની જવાબદારી પરમિશન આપનારી એજન્સી એટલે કે પોલીસ ઉઠાવશે ખરી હસમુખ પટેલ જેવા બાહોશ અધિકારી વિજિલન્સ માં હોવા છતાં પણ બેખોફ બની ચાલતા ગોરખધંધા પર આણંદ પોલીસને નજર નથી?કે પછી આંખ આડા કાન ! ચર્ચા એમ પણ છે કે આ વિશે જો પોલીસ આવા કેમિકલ ચોરી ના ગોરખધંધાને જ છવરતી હોય તો જિલ્લા કલેકટર ની પણ જવાબદારી બની રહે છે કે પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ કરાવી જરૂર પડે રેડ કરી કેસ કરવો એ પણ એક પુરવઠા વિભાગની ફરજનો ભાગ બની રહે છે ત્યારે જોવાનું એ રહે છે કે જો આ ગોરખધંધા ચાલતા હોય તો પોલીસ કે કલેકટર આણંદ કેટલા સમયમાં રેડ કરી આ ચોરીના ધંધા બંધ કરાવશે તે તો સમય બતાવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





