નર્મદા એલ સી બી એ ઝડપેલો ખાંડ અને ઘઉં નો જથ્થો સરકારી છે કે નઈ એ માટે પોલીસે પુરવઠા ને પત્ર મોકલ્યો.
રાજપીપલા:
નાંદોદના ઓરી ગામમાં એલ સી બી એ છાપો મારી પુરવઠા સંચાલક ને ત્યાંથી 34 હજાર નો અનાજ ખાંડ નો બેનંબરી જ્થ્થો કબ્જે કરતા અનેક સવાલ ઉભા થયા હતા ત્યારે આ જથ્થો સરકારી છે કે કેમ એની તપાસ માટે એલ સી બી એ પુરવઠા વિભાગ માં પત્ર લખી જથ્થા ની તપાસ કરવા જણાવ્યું છે ત્યારે નિસ્ટા પૂર્વક બેનંબરિયાઓ ને ખુલ્લા પડતી પોલીસ અને બાતમી આપનાર વ્યક્તિ ની મેહનત માં પુરવઠા વિભાગ હવે કયો રંગ ભરશે એતો આવનારો સમયજ બતાવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે પુરવઠા વિભાગ જો ખરેખર બેનંબરિયાઓ ને ખુલ્લા કરતી હોત તો બાતમી પોલીસ ને કેમ આપવામાં આવી હતી એનો મતલબ ક્યાંક પુરવઠા માં ભીનું સંકેલાતું હોવું જોઈએ અને લોકોને હવે પુરવઠા પર વિશ્વાસ નથી રહ્યો.
નર્મદા જિલ્લા માં ચાલતી પુરવઠાની દુકાનો માં ઘણી ખરી દુકાનના સંચાલકો હજુ કાળાબજાર કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે પરંતુ પુરવઠા ખાતા પર થી આમ જનતા ને હવે વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે નર્મદા પોલીસ નો આશરો લઈ બેનંબરિયાઓ ની બાતમી અપાય છે માટેજ નાંદોદ તાલુકાના ઓરી ગામે અનાજની કાળાબજારી ચાલતી હોવાની એલ સી બી પી એસ આઈ એ ડી મહંત ને માહિતી મળતા તુરતજ ઓરી ગામે સ્ટાફ સાથે રેડ કરતા સસ્તા અનાાજની દુકાનનું લાઇસન્સસ ધરાવતા નટવર લલ્લુભાઈ પટેલ ના ઘરે રેડ કરતા આધાર પુરાવા વગરની 300 કિલો ખાંડ જેની કિંમત રૂપિયા નવ હજાર તથા ચોખા ની કુલ બોરી અને કોથળીયો માં કુલ 1251 કિલોો ચોખા જેની કિંમત રૂપિયા 25020/- મળી કુલ રૂપિયા 34020/- હજાર નો મુદ્દામાલ આધારપુરાવા વગરનો શંકાસ્પદ મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પુરવઠા સંચાલક નટવર પટેલ ની પણ અટક કરી હતી ત્યારે આ જથ્થો સરકારી છે કે નઈ એ માટે હવે પુરવઠા વિભાગ શું ભૂમિકા ભજવે છે એ જોવું રહ્યું
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





