અંકલેશ્વર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન દુકાનોના શટરો હાથ વડે ઊંચા કરી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી શહેરમાં થયેલ ૭ જેટલા ઘર ફોડ ચોરીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા શહેર માંથી મિલ્કત અંગેના ગુનાઓ શોધી કઢાવાની સૂચનાઓ આપેલ હોઈ જે અંગે નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાએ એક પોલીસ ટીમ બનાવી આવા પ્રકારના ગુનાઓ શોધવા જરૂરી પેટ્રોલીગ તથા સીસીટીવી ફૂટેજના આધારે વોચ રાખી પોલીસ ટીમ પ્રતિન ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન એક ઈસમ પ્રતિન ચોકી થી અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો તરફ એક થેલામાં શંકાસ્પદ સામાન લઈને ચાલતો જતો તેને રોકી તેની પાસેના થેલાની તલાસી લેતાં તેમાંથી ચોરીનો ઇલેક્ટ્રોનિક સામાન તથા મોબાઈલ મળી આવ્યો હતો.જેની કુલ કિંમત રૂપિયા ૯૭૫૦ સાથે આરોપી સુનિલ ભારૂ કંજર,રહે રેલવે ગોદી અંકલેશ્વર,મૂળ રહે મહેમદા કોલોની કંજર ખેડા, તા,કાપાસણ જી,ચિતોડગઢ રાજસ્થાન ઓની ધરપકડ કરી અંકલેશ્વર,વાલિયા,રાજપારડીમાં થયેલ ઘર ફોડ ચોરીના વણ શોધાયેલા ગુનાના ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





