અંકલેશ્વર માં કથિત ડુપ્લીકેટ યુરિયા બને છે!?

0
52

બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ના કેટલાક માથાભારે ઈસમો દ્વારા ડુપ્લીકેટ યુરિયા બનાવવા નું કૌભાંડ ચાલુ થાય ની ચર્ચા છે ત્યારે જાણવું જરૂરી છે કે શું મંડળી ઓ ને આપવામાં આવતા યુરિયા ખાતર નું ડાઈઝ બનાવતી ફેકટરીઓ માં સપ્લાય કરી સરકારી ભાવે મળતા યુરિયા ખાતર ને ડાઈઝ કેમિકલ બનાવતા ઉદ્યોગપતીઓ ને મોંઘા ભાવે વેચી ખેડૂતો ના કે મંડળીઓ ના નામે રોકડી તો નથી કરાતી ને ? વળી એક ચર્ચા એમ પણ છે કે બિરલા કોપર જેવા ઉદ્યોગો માંથી નીકળતા જીપસમ ને ખાતર સાથે ભેળવી નકલી ખાતર કે યુરિયા તો નથી બનાવાતું ને!? વિષય ગમેતે હોય પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો નો હક્ક છીનવાય છે અથવા ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે એવી શંકા નકારી ન શકાય .આ બાબતે યુરિયા ઉત્પાદકો એ અંકલેશ્વર ની યુરિયા વેચતી મંડળીઓ પર વેચાણ અને સ્ટોક ની ખરાઈ કરવી જોઈએ અને પોલીસે પણ સક્રિય થઈ આવા તત્વો ને જેર કરવા જોઈએ એમ પ્રજા ઈચ્છે છે ત્યારે અંકલેશ્વર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક,એલસીબી અને ચાર્ટર કામગીરી કરતી એસઓજી એ પણ તપાસ નો દોર હાથ માં લેવો જોઈએ.

ધનંજય ઝવેરી 7574888861 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY