ફરી એકવાર મોદીનું સ્ટીમરોલર બધા પર ફરી વળશે ખરા….!!?

0
27

લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ રાજકારણમાં જબરી ગરમી આવતી જાય છે. ૨૦૧૪ની ચૂંટણીની જેમ આ વખતે એક જ દિશામાં પવન ફૂંકાશે એવી શકીયતા ઓછી. ૨૦૧૪માં તો ન.મો. નામનું વાવાઝોડું જ ફૂંકાયું હતું. પાંચ વર્ષમાં વાવાઝોડું નબળું પડ્યું. મોદીના વિજયમાં ઉત્તર ભારત અને ખાસ કરીને ઉત્તર પ્રદેશે મોટો ફાળો આપ્યો હતો. આ વખતે પરિસ્થિતિમાં ઊંધેકાંધ છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં રચાઇ રહેલા રાજકીય સમીકરણો ભાજપના ગાલ્લાં ઊંધા વાળી દે તો નવાઇ નહીં. સમાજવાદી પક્ષ (એસપી) અને બહુજન સમાજ પક્ષ (બીએેસપી)માં સમજૂતી સધાવાની તૈયારી ભાજપ માટે માઠાં સમાચાર છે. એક જમાનામાં કાંગ્રેસનો ગઢ ગણતો ઉત્તર પ્રદેશ દિલ્હીના સિંહાસન સુધી પહોંચવાનો માર્ગ હતો. કાંગ્રેસ તો ત્યાં સાફ થઇ ગઇ. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કાંગ્રેસના વિજયને હિન્દીભાષી પ્રદેશોમાં કાંગીની ઘરવાપસી સમજવાની ભૂલ ન કરવી. આ ત્રણે રાજ્યોમાં સત્તધારી-વિરોધી લોકમતને લીધે કાંગ્રેસ જીતી. ખરેખર તો આમાં ભાજપ હાર્યો એમ કહીએ તો વધુ ઉચિત ગણાય. અલબત્ત, ભાજપ હાર્યો એમાં એક વાતનો વિશ્ર્વાસ વિપક્ષોમાં આવી ગયો કે જા પાસાં સરખાં ફેંકીશું તો મોદીને પણ હરાવી શકાશે.
આ જ આત્મવિશ્ર્વાસે ઉત્તર પ્રદેશમાં નવું સમીકરણ રચવાની કવાયતના પાયાને મજબૂત કર્યો. રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. યુવાન અખિલેશ યાદવ આ વાત બહુ સારી રીતે સમજે છે. અખિલેશ રાજકારણમાં બહુ ઝડપથી પાકટ થઇ ગયા છે. તેમણે વિધાનસભાની ચૂંટણીઓમાં કાંગ્રેસ સાથે યુતિ કરી જાઇ. ફાવ્યા નહીં. તેમને એમ તો સમજાયું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવો હશે તો માયાવતીનો સાથ જાઇશે. કદાચ માયાવતીનાં બીએસપીને મોટોભા બનાવવો પડે પણ એના વિના મોદીનું સ્ટીમરાલર ફરી વાર બધા પર ફરી વળશે એ હકીકત અખિલેશે સ્વીકારી. સામેથી માયાવતી પાસે ગયા અને અગાઉની પેટાચૂંટણીઓમાં સાથે લડીને ભાજપને કઇ રીતે હરાવી શકાય એ તેમને દેખાડ્યું. માયાવતીએ પણ હકીકત સ્વીકારી. હાંસિયામાં ધકેલાઇને બેઠા રહેવું એના કરતા દુશ્મન સાથે હાથ મિલાવીને ચૂંટણી જીતવી પછી કિયાક વડાં પ્રધાને બની જવાય. આવો વિચાર માયાવતી કરતાં હોય તો નવાઇ નહીં.
અખિલેશ અને માયાવતી ભેગાં થાય તો ૨૦૧૪માં ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૭૩ બેઠક જીતનાર ભાજપના ગાભાં નીકળી જાય એમ છે. એક અંદાજ પ્રમાણે એસપી અને બીએસપી યુતિ કરીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડે તો ૮૦માંથી અડધોઅડધ બેઠક જીતી શકે એમ છે. હવે જા તેઓ કાંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ અને અપના દળને પણ સાથે લઇને મહાગઠબંધન રચે તો ૭૦થી વધુ બેઠક અંકે કરી શકે. કાંગ્રેસ બે-પાંચ બેઠકથી વધુ મેળવે એવી આશા ન રાખી શકાય. આથી જ કાંગ્રેસ મહાગઠબંધનથી દૂર પણ રહે. આમાં તેની મુશ્કેલી એટલી જ છે કે રાહુલ ગાંધીનું વડા પ્રધાનપદનું સ્વપ્ન હાલ તો રોળાઇ જાય. ઠીક છે. રાહુલ પણ સમજે છે કે અત્યારે તો ભાજપને હરાવવાનું જરૂરી છે. બાકી વડા પ્રધાન તો ૨૦૨૪માં કિયા નથી થવાતું.
અખિલેશ અને માયાવતીની રાજકીય નજદિકયાં ભાજપ જાણે છે અને તેનાથી થનારા નુકસાનને પણ સમજે છે. આ બંને એક ન થાય એના માટે દિલ્હીથી ધમપછાડા પણ શરૂ થઇ ગયા. ભાજપની બીજી નબળાઇ છે યોગી આદિત્યનાથ. યોગીજીને નાટબંધી કરતાય મોટું ભાજપી બ્લન્ડર પંડિતો ગણાવતા હતા અને આ ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે. યોગીના રાજમાં વહીવટ ખાડે ગયો અને યોગીના ત્રણ પ્રધાનના પીએની લાંચ કેસમાં ધરપકડ રાજ્ય સરકારમાંના ભ્રષ્ટાચાર ભણી નિર્દેશ કરે છે. હવે વધુ નુકસાન ન થાય અને અખિલેશ-માયાવતીને ભીંસમાં લેવા માટે સરકારનાં બ્રહ્માસ્ત્ર સીબીઆઇ, ઇડી અને આઇટીને મેદાનમાં ઊતારી દેવામાં આવ્યા છે. ગેરકાયદે ખાણકામના કેસોમાં ૧૧ ઇસમના ૧૪ સ્થળે પાડવામાં આવેલા દરોડા આનું જ પરિણામ છે. એસપી-બીએસપી વચ્ચે જાડાણનું લગભગ ફાઇનલ છે એવી સત્તાવાર જાહેરાત થઇ એના કલાકોમાં જ પડેલા દરોડા યોગાનુયોગ તો ન જ હોઇ શકે. સીબીઆઇના દરોડાના તાર ધીરે-ધીરે અખિલેશ અને માયાવતીના સગાંઓ સુધી જાડવામાં આવશે અને પછી બધાને સાણસામાં લેવામાં આવશે. આ કથા જૂની છે અને એની પટકથા પણ જૂની છે તેમ જ સંવાદો પણ જૂના જ હશે. જેમાં બરાડી-બરાડીને કહેવામાં આવશે કે અખિલેશ અને માયાવતી ભ્રષ્ટ છે. આમાં નવું શું છે? બધાને ખબર છે. છેક ચૂંટણી આવી ત્યારે જ કેમ દરોડા પાડ્યા?
આવું તો ચાલ્યા કરે ભારતના રાજકારણમાં. એમાં નવીનવાઇનું કાંઇ નથી. નવીનવાઇનું ૨૦૧૪માં બનેલું જ્યારે મોદી પહેલી વાર વિકાસની વાત કરીને સત્તા પર આવ્યા. એમ થયેલું કે ભારતીય રાજકારણનું નૅરેટિવ બદલાઇ જવાનું. અફસોસ, ન બદલાયું. ફરી રામમંદિર અને જ્ઞાતિ-જાતિના મુદ્દા ચર્ચામાં છે. વિકાસ છેલ્લે દેખાયેલો ત્યારે ગાંડો થયેલો એવું સાંભળેલું. મોદીરાજમાં વિકાસ થયો છે એમાં બે મત નથી તો પછી શું કામ ભાજપ વિકાસનો મુદ્દો અભરાઇએ ચડાવી દેવા માગે છે એ નથી સમજાતું. લાગે છે કે અખિલેશ-માયાવતીની જુગલબંદીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં થનારું નુકસાન દિલ્હીની સત્તા માટે નિર્ણાયક થશે. જાકે આમાં હજીય ભાજપ માટે આશા છે. આપ કહેશો એ આાશા મોદી છે…જી એ તો છે જ પણ રાહુલબાબાય ખરા. કાંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી સામે ઉમેદવારો ઊતારશે તો ભાજપને ફાયદો થશે. અલબત્ત આમાં મુખ્ય પરિબળ બનશે રાહુલની વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા. જા એની તીવ્રતા વધુ હશે તો એડવાન્ટેજ ભાજપ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY