આખરે અનામતના શરણે જવુ પડ્યુ ‘વિકાસ પુરુષ’ને…..!!

0
9

વિકાસ….વિકાસ….અને વિકાસ…! દિવસ રાત વિકાસ-વિકાસની માળાના ઝાપ કરવાવાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીઓ આવતા આવતા અનામતના શરણમાં જવુ પડ્યુ. સામાન્ય ચૂંટણીઓ હવે દૂર નથી. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થવાની છે. સમય જતા વાર ક્યાં લાગે છે. જેથી વડાપ્રધાને પણ હાથમાં છે તો કન્યાદાન કરી નાંખો…ની જેમ ઉતાવળે ઉતાવળમાં કોઈ પણ સર્વે કર્યા વગર સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરા કરી નાંખી સંસદમાં અને સુપ્રિમ કોર્ટમાં વિરોધ પક્ષે જેને ખાસ ચૂંટણી લાડુ કહ્યા છે તે કેટલો ટકી શકશે તેના ઉપર લાભાર્થીની નજર ટકી રહેશે. કોંગ્રેસ આને ચૂંટણી છળકપટ કહ્યું છે. વિરોધ પક્ષે જે કહ્યું છે તે તેમના હિસાબે સાચુ હોઈ શકે છે. પરંતુ આનો લાભ લેવાને માટે જે આર્થિક માપદંડ જાહેર કર્યા છે તેમાં એક માપદંડ લાભાર્થીની આવકને લઈને છે. સરકારે કહ્યું છે કે જેની આવક વાર્ષિક આઠ લાખથી વધુ ન હોય તેને સવર્ણ ગરીબ માનવામાં આવશે. વર્ષના આઠ લાખ એટલે કે દર માસની ૬૦ થી ૬૫ આવકવાળા પણ ચાવાળાની જેમ ગરીબ માનવામાં આવશે. હવે જેમની આવક દર મહિને આટલી હોય અને તે ગરીબ કહેવાશે તો પછી લાગે છે કે ભારતમાં ગરીબની નવી વ્યાખ્યા કરવી પડશે.
આ સરકાર અને સમગ્ર ભાજપના ઉચ્ચ નેતાઓ એ જ કહેતા આવ્યા છે કે દેશને આગળ વધારવા માટે વિકાસ એક જ માત્ર ઉપાય અને મંત્ર છે. વિકાસ સિવાય બીજા કોઈ રસ્તો જ નથી આવુ એક વાર નહીં વારંવાર સતત વડાપ્રધાને કહ્યું છે. અગણિત ફાયદા તેમણે ગણાવ્યા પરંતુ ચૂંટણી આવતા આવતા વિકાસના મુદ્દા એક તરફ હડસેલી જેનો કોઈ સર્વે વગેરે કાંઈ જ નથી કર્યું અને સરકારે તે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી દીધી સમાજની કેટલીયે બિન અનામત સવર્ણ સમાજાએ સમયે-સમય પર અનામતની માંગણી કરી ત્યારે ભાજપના નેતાઓએ તેનો ઇન્કાર કરીને વિકાસના મુદ્દા યાદ કરાવ્યા. તો પછી આખરે એવુ તે શું થઈ ગયું કે જેનો ઇન્કાર કરતા હતા તેનો જ સ્વિકાર કર્યો…? રાજકીય રીતે એ સ્પષ્ટ છે કે રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોમાં ભાજપની હારથી વરિષ્ઠ નેતાઓને લાગ્યું કે ત્રણ રાજ્યોમાં હારથી લોકસભામાં ફરીથી જીતવાનું ગણિત બગડતું જાઈ સવર્ણ ગરીબોને લોભાવવાને માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકાનો નિર્ણય કર્યો છે.
સરકારની જાહેરાત સાથે જ આના પર ચર્ચા પણ શરુ થઈ ગઇ છે. કેટલાયે જાણકારોનું અને બંધારણિય કાયદાના પંડિતોનું માનવું છે કે સરકારે જાહેરાતો તો કરી છે પરંતુ કોર્ટમાં એ ટકી નહીં શકે કેમ કે આની પહેલા પણ આ જ રીતે ૧૦ ટકા અનામત સવર્ણ ગરીબોને આપવામાં આવી હતી પરંતુ અનામત મર્યાદાઓને જાતાં અદાલતે તેને નકારી નાંખી હતી. આ વખતે પણ આને કાયદાકીય ચેલેન્જ આપવામાં આવશે. પરંતુ ચૂંટણીના મેદાનમાં આ ૧૦ ટકા અનામત પોતાનો રંગ બરાબરનો દેખાડશે એ પણ નક્કી છે. વિકાસની વાત કરવાવાળા જ્યા અનામતનું શરણ લે તો સમજા કે વિકાસની વાતો ફક્તને ફક્ત પોલંપોલ છે. અસલ અને મજબૂત મુદ્દા અને વાત તો અનામત મૈયાની શરણ છે…! જય હો ચૂંટણી બાબાની કે જેમણે વિકાસના જાદુનો પાયો હચમચાવી નાંખ્યો….ચાલો અનામતની તરફ ચાલીએ…! ચાલો આરક્ષણ કી ઓર ચલે…..!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY