શું વિરાટ સેના ઇંગ્લેન્ડ-દ.આફ્રિકામાં પણ ટેસ્ટ સિરિઝ જીતી શકે ખરા…!!!?

0
7

વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાએ બે દિવસમાં બે અતુલ્ય સિદ્ધિ મેળવી. એક તો આૅસ્ટ્રેલિયાને આૅસ્ટ્રેલિયામાં ફાલા-આૅન આપવાની. ૩૦ વર્ષે આ પરાક્રમ થયું. અલબત્ત એના કરતા વધુ મહત્વની અને ઐતિહાસિક સિદ્ધિ આૅસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં શિકસ્ત આપવાની. સૌરવ ગાંગુલીની સેના પાસે આ મોકો હતો પણ તેઓ સ્ટીવન વાની નિવૃત્તિની લાગણીના પૂરમાં તણાયા અને તેમણે એ તક ગુમાવી હતી. ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં બે ફરક છે. એક તો એ વખતની આૅસ્ટ્રેલિયન ટીમ અત્યારની ટીમ કરતા ઘણી મજબૂત હતી અને ભારતના એ વખતના બાલિંગ આક્રમણ કરતા અત્યારની બાલિંગ લાઇન-અપ વધુ બળૂકી છે. આ બધી વાત તો વિશ્ર્‌લેષણ પૂરતી સારી લાગે પણ ઇતિહાસમાં તો એમ જ લખાશે કે ૨૦૧૮-૧૯ની ટેસ્ટ શ્રેણીમાં આૅસ્ટ્રેલિયાને આૅસ્ટે્રલિયામાં વિરાટ કોહલીની કૅપ્ટનશિપમાં ભારતે હરાવ્યું હતું. નાનીસૂની સફળતા નથી.
જાકે રવિ શાસ્ત્રીએ તો આૅસ્ટ્રેલિયા સામેના શ્રેણીવિજયની ૧૯૮૩ની વિશ્ર્વકપની જીત સાથે બરાબરી કરી. જરા વધુ પડતું છે. ૧૯૮૩માં ભારતના વિજયે ક્રિકેટના ઇતિહાસને બદલી નાખ્યો હતો. એ પછી જ ભારત ક્રિકેટનું પાવરહાઉસ બન્યું અને આજે એ ક્રિકેટજગતનું એન્જિન છે. કાંગારુંઓ સામેની જીત પછી કાંઇ ક્રિકેટનો ઇતિહાસ નથી બદલાવાનો. આજની તારીખમાં કાંગારુંઓની ટીમ માર્ક ટેલર-સ્ટીવ વા-રિકી પાન્ટિંગના નેતૃત્વ હેઠળની ટીમો જેટલી સામર્થ્યવાન નથી. પાન્ટિંગની કપ્તાનીના ઉત્તરાર્ધથી અને માઇકલ ક્લાર્કના સુકાનીકાળના પૂર્વાર્ધથી કાંગારુંઓની ક્રિકેટ પડતીની શરૂઆત થઇ હતી. માર્ક વા, સ્ટીવ વા, ડેમિયન માર્ટિન, રિકી પાન્ટિંગ, મેથ્યુ હેયડન અને માઇકલ ક્લાર્ક જેવા મહાન બૅટ્‌સમેનોની વિદાય અને ગ્લેન મેકગ્રા, શૅન વાર્ન, જેસન ગિલેસ્પી અને બ્રેટ લી જેવા ચેમ્પિયન બાલરોની નિવૃત્તિ પછી આૅસ્ટ્રેલિયન ટીમ નબળી પડતી ગઇ. અધૂરામાં પૂરું સ્ટીવન સ્મિથ અને ડેવિડ વાર્નર પરના પ્રતિબંધને લીધે અત્યારની ટીમ બૅટિંગને નામે સાવ મીડું છે. ચાર ટેસ્ટમાં એકેય સદી આૅસ્ટ્રેલિયન બૅટ્‌સમેનને નામે નથી આ જ એનો બોલતો પુરાવો છે. હજીય તેના બાલિંગ આક્રમણમાં થોડો ડંખ છે પણ તેનો નંબર વન બાલર મિશેલ સ્ટાર્ક જાઇએ એવા ફાર્મમાં નથી. વત્તા તમે જા બાર્ડ પર મોટો સ્કાર ન મૂકો તો તમારી બાલિંગ કેવી પણ હોય તમે ટેસ્ટ નથી જીતી શકવાના. આૅસ્ટ્રેલિયન ક્રિકેટને સતાવતી બીજી સમસ્યા છે એના મોટા ભાગના ટેસ્ટ સેન્ટરો ખાતેની ડ્રાપ-ઇન પિચો. આ વિકેટોમાં પહેલા જેવો ઉછાળ અને ઝડપ નથી જાવા મળતા. આનોય ક્રિકેટ આૅસ્ટ્રેલિયાની પડતીમાં મોટો ફાળો છે.
આૅસ્ટ્રેલિયાના સંખ્યાબંધ માઇનસ પાઇન્ટ્‌સની સામે ભારતના પ્લસ પાઇન્ટ્‌સ ઘણાં છે. સૌથી મોટો પ્લસ છે વિરાટ કોહલીની સફળતા પર જ આ બૅટિંગ લાઇન-અપ નિર્ભર નથી. આ ઉપરાંત ચેતેશ્ર્વર પુજારાને અંતે ત્રણ નંબર પર રાહુલ દ્રવિડના યોગ્ય ઉત્તરાધિકારી તરીકે મળેલી સફળતા સૌથી મોટું સકારાત્મક પરિબળ છે. રિષભ પંતની બૅટિંગ અભિગમમાં ધીરે-ધીરે પણ મક્કમતાથી આવી રહેલી પાકટતા. હા, હજી એની કીપિંગમાં સુધારાનો ઘણો અવકાશ છે. મયંક અગરવાલના રૂપમાં મળેલો ભરોસાપાત્ર આૅપનર. હવે એની સાથે પૃથ્વી શા ટેસ્ટમાં આૅપનિંગમાં સફળ થાય તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. બાલરોની તો વાત જ શું કરવી…જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી અને ઇશાંત શર્માની ત્રિપુટીએ આૅસ્ટ્રેલિયન બેટ્‌સમેનોને દિવસે તારા દેખાડ્યા જ્યારે અશ્ર્વિન, જાડેજા અને કુલદીપે કાંગારું બેટ્‌સમેનોના નબળા ફૂટવર્કને છતું કરી દીધું.
અદ્ભુત સિદ્ધિ જ છે પણ આ મંઝિલ નથી. વિરાટસેના આ સારી રીતે જાણે છે. દક્ષિણ આફ્રિકામાં હાર્યા અને ઇંગ્લેન્ડમાં લડત આપી પણ ત્યાં ટેસ્ટ શ્રેણી ખરાબ રીતે હાર્યા. ખોટી પસંદગી એનું મુખ્ય કારણ. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આૅપનરો સતત નિષ્ફળ ગયા તેને કારણે મધ્યમ ક્રમને ભારે પડતું. અહીં પણ શરૂઆતની બંને ટેસ્ટમાં મુરલી વિજય અને કે.એલ. રાહુલની પસંદગી ખોટી હતી. ઇન ફેક્ટ રાહુલને રમાડવો શું કામ જાઇએ એ જ મોટો પ્રશ્ર્‌ન છે. પ્રતિભાશાળી છે પણ ફાર્મમાં નથી. તોય ચોથી ટેસ્ટમાં રમાડ્યો. ઘરઆંગણે જબરજસ્ત સ્કાર કરી રહેલા અગરવાલના આગમન સાથે ફરક પડ્યો. વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર આૅપન કરવા માંડ્યા એ પછી ટીમ ઇન્ડિયાને મોટી ટેસ્ટ સફળતાઓ મળી હતી એ ભૂલવું ન જાઇએ. દ્રવિડ, તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણ સાથેનો મિડલ-આૅર્ડર ડ્રીમ ટીમમાં જ હોઇ શકે છતાં વીરુ-ગંભીરના આવ્યા પછી જ ભારતને વધુ જીત મળવા માંડી હતી. હવે અગરવાલ અને શાની જાડી જા જામે અને આ સિરીઝમાં બહુ રન ન બનાવી શકનાર અજિંક્્ય રહાણે ફરી ખીલે તો ટીમ ઇÂન્ડયા અગાઉના દાયકાની આૅસ્ટ્રેલિયન ટીમ જેવું વર્ચસ જમાવી શકે.
અગાઉની દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની નિષ્ફળતાને ભૂલીને આૅસ્ટ્રેલિયામાંના વિજયને નવા ટેસ્ટ યુગની શરૂઆત ગણીએ અને આશા રાખીએ કે આ મુકામ પર ટીમ ઇન્ડિયા સંતોષ ન માની લે પણ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાંય વિજય મેળવીને અજેય ટેસ્ટ ટીમની મંઝિલ પર પહોંચે, જે હજી ઘણી દૂર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY