૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ સરકારને નુકશાન કરવામાં કોઈ કસર છોડી ન્હોતી. આમ છતાં હાર્દિક ધાર્યું નુકશાન કરી શકિયો ન્હોતો. પરંતુ હવે આવી રહેલી લોસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર પણ કોઈ તક લેવા માગતી નથી. ટોચના સુત્રોની જાણકારી પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલા કોઈ પણ કારણસર હાર્દિકની ધરપકડ થાય તેવી પુરી શકીયતા છે. લોકસભાની ચૂંટણી હાર્દિકે જેલમાંથી જ પસાર કરવી પડે તેવા સંજાગો ઉભા થશે.
હાર્દિક પટેલ સહિત જે પણ જ્ઞાતિ અનામતની માગણી કરી રહી હતી તેમના આંદોલનને ઠંડુ પાડવા માટે ભાજપે આર્થિક રીતે પછાતોને ૧૦ ટકા અનામતની જાહેરાત કરી દીધી છે. આમ છતાં હાર્દિકે હવે અનામતને બાજુ ઉપર મુકી હવે ખેડૂત સહિત વિવિધ મુદ્દાઓ ઉપર કામ શરૂ કર્યુ છે. જેના કારણે હાર્દિક થોડુ પણ નુકશાન કરે તે ભાજપને પાલવે તેમ નથી., હાર્દિકના સાથી અલ્પેશ કથિરીયાના જામીન રદ કરાવી સરકારે જેમ અલ્પેશને જેલમાં પાછો મોકલી આપવાનો તખ્તો ઘડ્યો છે તેવી જ રીતે હાર્દિકને પણ જેલમાં મોકલી આપવાની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે.
જા કે હાર્દિક પટેલ પાસે પણ રાજકિય સ્પષ્ટતા નહીં હોવાને કારણે તે કિયારેય કોંગ્રેસ તરફ તો કિયારેક સમાજવાદી પાર્ટી અથવા બહુજન સમાજવાદી પાર્ટી તરફ ખસી રહ્યો છે. કિયારેક તે એનસીપીના નેતાઓ સાથે પણ જઈ બેસે છે. આમ ખુદ હાર્દિક પોતાના રાજકિય જીવનને કિયા લઈ જવા માગે છે તે સ્પષ્ટ કરી શકીય નથી. પરંતુ ગુજરાતની સરખામણીમાં હાર્દિકને અન્ય રાજ્યમાં સારો પ્રતિભાવ મળી રહ્યો હોવાને કારણે સંભવ છે કે તે ઉત્તર પ્રદેશ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે તેમ હાર્દિકના નજીકના લોકોનું માનવુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




