કાશ્મીરમાંથી કલમ ૩૭૦ જરૂરથી હટાવવી જાઈએ કારણકે આ કલમને કારણે ભારતના અન્ય રાજ્યોને અને તેના લોકોને મારે અન્યાય થઈ રહ્યો છે….! અહિના એટલે કે કાશ્મિરના નાગરિકો પાસે ડબલ નાગરિકતા હોય છે. તે સાથે અહિનો રાષ્ટ્રધ્વજ પણ અલગ છે. ભારતના કાયદા લાગુ નથી થતા તો શરિયત કાનૂન અમલમાં છે. જો કે જમ્મુ-કાશ્મીરના બંધારણ અને ૩૭૦ કલમ ની વાત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે જમ્મુ કાશ્મીર રાજ્યનો વિસ્તાર અને તેના જિલ્લા સમજવા જરૂરી છે. ભારતમાં મોટાભાગના લોકો તેમાં રાજકારણીઓ પણ આવી આવી જાય છે કે જેઓ માત્ર ને માત્ર કાશ્મીરને એક રાજ્ય સમજે છે. ખરેખર તો કાશ્મીર નહીં પણ જમ્મુ-કાશ્મીર એક રાજ્ય છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં કાશ્મીર, જમ્મુ, લડાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન વગેરે વિસ્તારો આવી જાય છે. આમછતા આજે પણ ભારતમાં કાશ્મીરને એક રાજ્ય સમજવામાં આવે છે. તો લડાખને પણ એક રાજ્ય મોટા ભાગના લોકો સમજે છે. તો જ્યાં સોનાની ખાણો છે અને પુષ્કળ પ્રમાણમાં યુરેનિયમ મળે છે તે ગિલગિટ- બાલ્ટિસ્તાનની ભારતના લોકોને ખબર જ નથી…!? તેમ કહેવુ કોઇ અતિશયોક્તિ નથી…! કારણ કે દેશભરના નેતાઓ માત્ર ને માત્ર કાશ્મિરનો ઉલ્લેખ મોટા પ્રમાણમાં કરે છે પરિણામે લોકો કાશ્મીરને એક રાજ્ય તરીકેજ ઓળખે છે…..!!
ખરેખર તો કાશ્મીર રાજ્યનું સંપૂર્ણ નામ જમ્મુ- કાશ્મીર રાજ્ય છે અને તો જ તેને સંપૂર્ણ ભારત કહેવાય. પણ જમ્મુ-કાશ્મીરનો ૭૯૦૦૦ ચોરસ કિલો મીટર વિસ્તાર પાકિસ્તાનના કબજામાં છે જેને ‘પોક’ કહેવામાં આવે છે. જ્યારે કાશ્મીર નો વિસ્તાર માત્ર છ હજાર ચોરસ કિલોમીટર છે. તો જમ્મુ નો નવ હજાર ચોરસ કિલોમીટર અને લડાખ નો ૬૪ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર છે જેમા ગિલગિટ બાલ્ટીસ્તાન આવી જાય. ઉપરાંત અહીથી એશિયાના મોટાભાગના રાજ્યો નું અંતર ઘટે છે. તો આ સરહદથી ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિતના કેટલાક દેશો સાથે સીધો વેપાર થઈ શકે છે. પરંતુ ભારત સરકારે આ બાબતમાં વિચારતી નથી કે ભૌગોલિક સમજનો અભાવ છે….!? ખરેખર તો ગિલગીટ-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં છે. પાકથી ત્રાસેલા છે અવાર નવાર સંઘર્ષ થતા રહે છે અને ભારતનો ભાગ હોવા છતાં પોક માં છે ત્યારે ભારતે ગિલગીટ-બાલ્ટિસ્તાનના લોકોને દરેક પ્રકારે મદદ કરવાની જરૂર છે તો કંઈક અંશે પાકિસ્તાન ઘેરાઈ જાય પરંતુ ભારત સરકારે આવુ કરવાની જરૂર છે…..!
ભારત જે કાંઈ સહાય કે મદદ કરે છે તેનો લાભ કાશ્મીર અને કાશ્મીરીઓજ લઈ જાય છે અને આ દૂધ પીવડાવેલ સાપોલીયા હવે ભારતના લશ્કરને અને સુરક્ષાને નિશાન બનાવે છે. આતંકવાદીઓને પકડવા જતા સુરક્ષાદળ ઉપર પથ્થરમારો કરે છે જેને કારણે કેટલાય આતંકવાદીઓ બચીને ભાગી ગયા છે આમ છતાં આતંકી હુમલા થતાજ રહે છે. ત્યારે સરકારે હવે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે જ દુનિયાભરમાં ઉલ્લેખ કરવો જરૂરી છે તે સાથે કૂટનીતિથી કે અન્ય કોઈપણ પ્રકારે ‘પોક’ વિસ્તાર માટે યોગ્ય ખેલ ખેલવા ની જરૂર છે….!!
હવે વાત છે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાની તો એ માટે ભારત સરકારે હવે ઝડપથી આગળ વધવાની જરૂર છે. કારણકે કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો છે ત્યારે ભારતના અન્ય રાજ્યમાં પાંચ વર્ષનો કાર્યકાળ છે. કાશ્મીરમાં ભારતીના ધ્વજ કે પ્રતિકનું અપમાન કરવું એ ગુન્હો નથી બનતો. ભારતની સંસદ જમ્મુ-કાશ્મીર અંતર્ગત મર્યાદામાજ કાયદા બનાવી શકે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશ પણ આ રાજ્યમાં માન્ય નથી. કાશ્મીરમાં મહિલાઓને શરિયતનો કાયદો લાગુ પડે છે તો પંચાયત ને કોઈ અધિકાર નથી. એતો ઠીક કાશ્મીરી મહિલા ભારતમાં અન્ય કોઈપણ રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે મહિલાનું કાશ્મીરનુ નાગરિકત્વ ખતમ થઇ જાય છે. અને જો પાકિસ્તાનની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેના પતિ ને પણ કાશ્મીર નું નાગરિકત્વ મળી જાય છે. બીજી તરફ કાશ્મીરમાં અલ્પસંખ્યક એવા હિન્દુ- શિખોને ૧૬ ટકા અનામત નથી મળતી. આ ૩૭૦ કલમને કારણે જ પાકિસ્તાની વ્યક્તિને ભારતનું નાગરિકત્વ મળી જાય છે જા તે કાશ્મીરી છોકરીથી લગ્ન કરે તો. આ કલમને કારણે ભારતના અન્ય રાજ્યના લોકો કાશ્મીરમાં જમીન નથી ખરીદી શકતા. હવે જા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામા આવે તો ભારતના અન્ય રાજ્યના લોકો ક્યાં જમીન ખરીદી શકે, વસવાટ રોજગાર-ધંધા વગેરે કરી શકે, અને એ જ રીતે કાશ્મીરના નાગરિકો ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદી શકે ધંધા-રોજગાર આ વસવાટ કરી શકે. અને આ કલમ ૩૭૦ હટતા કોઈ પાકિસ્તાની કાશ્મીરી છોકરી સાથે લગ્ન કરે તો ભારતની નાગરિકતા મળેજ નહી જે એક તદ્દન નગ્ન સત્ય હકીકત છે. હવે કેન્દ્ર સરકારે સંપૂર્ણ જમ્મુ કાશ્મીર રાજ્ય અને પોકના પ્રશ્ને છપ્પનની છાતી બતાવવી જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



