રોમાંચક મેચ છેલ્લા બોલ સુધી લંબાઈ,કેદાર જાદવે ફટકાર્યો વિનિંગ ચોગ્ગો
દુબઈ,તા.૨૯
ભારતે આજે અહીં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને ૩ વિકેટથી હરાવીને સાતમી વાર એશિયા કપ વિજેતાપદ હાંસલ કર્યું છે અને ગઈ વેળા જીતેલી ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે.
બાંગ્લાદેશે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ૪૮.૩ ઓવરમાં ૨૨૨ રન કર્યા હતા. તેના જવાબમાં, ભારતે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૨૩ રન કરીને મેચ જીતી લીધી હતી. ઓલરાઉન્ડર કેદાર જાધવ ઈજાગ્રસ્ત હોવા છતાં છેલ્લા બોલ સુધી ટકી રહ્યો હતો અને ૨૩ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
સૌમ્ય સરકારે ફેંકેલી મેચની છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે ૬ રનની જરૂર હતી અને છેલ્લા બોલે ૧ રનની જરૂર હતી. જાધવ સ્ટ્રાઈક પર હતો અને લેગબાય મળતાં ભારત જીતી ગયું હતું.
ભારતના દાવમાં, કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ ૪૮, દિનેશ કાર્તિકે ૩૭, મહેન્દ્ર સિંહ ધોનીએ ૩૬, રવિન્દ્ર જાડેજાએ ૨૩, ભૂવનેશ્વર કુમારે ૨૧, કુલદીપ યાદવે અણનમ પાંચ રન કર્યા હતા.
કેદાર જાધવે આજે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. બેટિંગમાં છેક સુધી ક્રીઝ પર રહ્યો એ પહેલાં બાંગ્લાદેશના દાવમાં એણે ૯ ઓવરમાં ૪૧ રન આપીને બે વિકેટ લીધી હતી. એણે જ મેહદી હસન (૩૨)ને આઉટ કરીને ઓપનિંગ જાડી તોડી હતી. બાંગ્લાદેશની પહેલી વિકેટ છેક ૧૨૦ રનના સ્કોર પર પડી હતી. જાધવે ત્યારબાદ વિકેટકીપર મુશ્ફીકુર રહી (૫)ને પણ આઉટ કર્યો હતો.
ભારતની જીતને લીધે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે કારકિર્દીની પહેલી જ સદીના રૂપમાં ફટકારેલા ૧૨૧ રન ફોગટ ગયા.
લિટન દાસ (૧૨૧)ને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને સમગ્ર શ્રેણીમાં કુલ ૩૪૨ રન કરનાર શિખર ધવનને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





