અમદાવાદ,તા.૧૫
વર્ષ ર૦૦રમાં થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં સજા પામેલા બાબુ બજરંગીના ઘરમાંથી ગઇ કાલે તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમથી ભરેલ સેફ લોકરની ચોરી કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
નરોડા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા બાબુ બજરંગીના પુત્ર વિરેન પટેલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગુરુવારે વિરેનનાં ચાર મહિનાનાં ભત્રીજા ધ્વીનને બાયડ ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હોવાથી તે તેનાં પિતા બાબુભાઇ સહિત પરિવાર સાથે ઘર બંધ કરીને બાયડ ગયાં હતાં. ગઇ કાલે વહેલી પરોઢે વિરેનના સામેના મકાનમાં રહેતાં લીલાબહેન પટેલે ફોન કર્યો હતો અને મકાનમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું.
ચોરીનાં સમાચાર મળતાંની સાથે વિરેન, તેનો મોટો ભાઇ તરુણ અને પિતા બાબુભાઇ તેમના ઘરે પરત આવ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજા તૂટેલો હતો અને ઘરનો તમામ સરસામાન વેરવિખેર હતો અને લોખંડની તિજારીમાં પડેલ સેફ લોકર ગાયબ હતું.
લોકરમાં પાંચ લાખ કરતાં વધુના સોના-ચાંદીના દાગીના અને ૬૦ હજારની રોકડ રકમ હતી. ચોરી કરવા માટે ત્રણ ચોર બાઇક લઇને આવ્યા હતા. લીલાબહેને ચોર-ચોર કરીને બૂમો પાડતાં ત્રણેય જણા બાઇક લઇને નાસી ગયા હતા. બાબુ બજરંગીને બાયપાસ સર્જરી કરાવી હોવાથી તેઓ ફર્લો પર જેલની બહાર છે. સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



