બચપન પ્લે સ્કૂલ ખાતે માતાઓ અને બાળકોનો ફેશન શો યોજાયો

0
79

ભરૂચ;

બચપન પ્લે સ્કૂલ મંગલદીપ સોસાયટી ખાતે વેકેશન દરમ્યાન આવતા મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે ફેશન શો નું આયોજન કરવામાં આવેલ હતું. આ ફેશન શો માં બાળકો અને માતા સાથે અલગ અલગ ભારતીય તથા પશ્વિમી સંસ્કૃતિને ઉજાગર કરતા વેશ પરિધાન ધારણ કરી રેમ્પ વોક કરી સુંદર સંદેશ પાઠવી ઉપસ્થિતો ની દાદ મેળવી હતી. બાળકો સાથે તેમની માતાઓએ પણ પોતાના બચપન ની યાદ અપાવે તેવી રમતો રમી આનંદનું વાતાવરણ સર્જ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ડિરેક્ટર મોહિની ભટ્ટ દ્વારા માતૃત્વ વિશે પ્રેરક માર્ગદર્શન આપી સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. વાલીઓએ પણ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. શાળાના નઝમા મેડમ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે શિક્ષકમિત્રોના સુંદર એવા સાથ સહકાર સાથે કાર્યક્રમની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY