મુંબઇ,
અભિનેતા અને ફિલ્મ નિર્માણ સાથે જાડાયેલા અરબાજ ખાનની ફિલ્મ દબંગ-૩માં હવે સોનાક્ષી સિંહાને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનુ નિર્દેશન સોનાક્ષી સિંહા કરનાર છે. મળેલી માહિતી મુજબ સલમાન ખાનની સાથે રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જેમાં રણવીર સિંહ કામ કરવા જઇ રહ્યો છે. અરબાજે કહ્યુ છે કે સલમાન ખાન અભિનિતિ દબંગ-૩ ફિલ્મ પર હવે ટુંક સમયમાં જ કામ હાથ ધરવામાં આવનાર છે. આના માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સંબંધમાં વાતચીત કરતા અરબાજે કહ્યુ છે કે તે પોતાની ફિલ્મ ઉપરાંત ભાઇ સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મની તૈયારીમાં લાગેલો છે. અરબાજે કહ્યુ છે કે દબંગ-૩ પર કામ આગળ વધારી દેવામાં આવ્યુ છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ દબંગ-૩ પ્રિ પ્રોડક્શન માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે છેલ્લા દોઢ વર્ષથી વધારે વ્યસ્ત રહ્યો છે. આ ગાળામાં એક અભિનેતા તરીકે સતત છ ફિલ્મોમાં તે કામ કરી ચુક્યો છે. આવનાર દિવસોમાં તે એક્ટિંગના કામને ઘટાડી દેવા ઇચ્છુક છે. જેથી તે દબંગ-૩ પર કામ શરૂ કરી શકશે. તેનુ કહેવુ છે કે તે દબંગ માટે કામ કરશે ત્યારે તમામ ધ્યાન તેના પર કેન્દ્રિત કરશે. તેનુ કહેવુ છે કે ત્રીજા ભાગ માટે અમારી પાસે કેટલીક પટકથા છે. પરંતુ યોગ્ય પટકથાને મુકવામાં આવનાર છે. હાલમાં તે સલમાન સાથે જુદી જુદી પટકથા પર વાત કરી રહ્યો છે. ત્યારબાદ કોઇ એક પટકથા ફાઇનલ કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મ પર આ વર્ષે મે મહિનામાં કામ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં પાંચ ગીતો તો ચોક્કસ રહેશે.અગાઉની ફિલ્મની જેમ દબંગ-૩ ફિલ્મને પણ સફળ કરવા માટે તમામ મશાલા ઉમેરી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિલ્મમાં સની લિયોનને પણ લેવાની વાત હાલના સમયમાં ચાલી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"