ત્રણ બેંકના મર્જરથી કુલ ૧૦ અબજ રૂપિયાની બચત થશે

0
10

મુંબઈ, તા. ૧૯
બેંક ઓફ બરોડા, વિજ્યા બેંક અને દેના બેંકની શાખાઓને મર્જ કરી દેવાના નિર્ણય બાદ એકબાજુ નારાજગીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે બીજી બાજુ નાણાંકીય બચતની ગણતરી પણ કરવામાં આવી રહી છે. સૂચિત મર્જરના પરિણામ સ્વરુપે વાર્ષિકરીતે ૧૦થી ૧૨ અબજ રૂપિયાની બચત થઇ શકશે. એક અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. શાખાઓના રાષ્ટ્રીયકરણના પરિણામ સ્વરુપે મેનપાવરમાં ઘટાડો થશે. દેના બેંકના કારોબારી અધિકારી દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. જા કે, મર્જરના પરિણામ સ્વરુપે કોઇની પણ નોકરી જનાર નથી. દેના બેંક ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ ૧૮૦૦થી વધુ શાખા ધરાવે છે. બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજ્યા બેંકના મર્જરનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આને લઇને હાલમાં જ નાણાંમંત્રી અરુણ જેટલી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અરુણ જેટલીએ કહ્યું હતું કે, બેંકિંગ વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બેંકિંગ વ્યવસ્થા મજબૂત થશે. બેંકિંગ વ્યવસ્થાના લીધે જંગી બચત થઇ શકશે. અધિકારીઓએ કહ્યું છે કે, મર્જરની દિશામાં છેલ્લા કેટલાક દિવસથી વિચારણા ચાલી રહી હતી. હવે બેંકોના બોર્ડને રુપરેખા તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્રણેય બેંકોના બોર્ડ દ્વારા બેસીને નિર્ણય લેવામાં આવશે. માળખુ તૈયાર થઇ ગયા બાદ મર્જરની નવી પ્રક્રિયા શરૂ થશે. આ બેંકોના મર્જરથી ગવર્નન્સમાં સુધારો થશે. સંબંધિત બોર્ડ તરફથી મંજુરી મળી ગયા બાદ નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં વૈકલ્પિક વ્યવસ્થા પાસે આ દરખાસ્તને રજૂ કરવામાં આવશે ત્યારબાદ અંતિમ મંજુરી મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY