હિંમતનગર પાસે આવેલા મોર ડુંગરા ગામે દીપડાનો આતંક, ૩ પશુઓનો કર્યો શિકાર

0
8

હિંમતનગર,તા.૧૯
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર પાસે આવેલા મોર ડુંગરા ગામે દીપડાનો આતંક છે. અહીં દિપડાએ ૩ પશુઓનો શિકાર કર્યો છે. દીપડાના ભયથી ગામ લોકો ખેતરમાં ચોકી કરવા લાગી ગયા છે. તો બીજી તરફ વન વિભાગ આ અંગે કોઈ પગલા ભરતું નથી.
સાબરકાંઠા જીલ્લો મોટાભાગે અરવલ્લીની ગીરીકંદરાઓથી ઘેરાયેલ છે. ડુંગરમાં વિવિધ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરે છે. પરંતુ જે ગામ જંગલ કે નદીના કિનારે આવેલ હોય ત્યા જંગલી પ્રાણીઓની અવર જવર વધુ થઈ જતી હોય છે તેવું જ થયુ છે હિંમતનગરના મોર ડુંગરા ગામે કે જ્યા દરરોજ રાત્રી દરમિયાન દિપડો આવે છે અને પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે. જેને કારણે ગામમાં હાલ તો ભયનો માહોલ જાવા મળી રહયો છે.
આમ તો ગામ લોકોનો આશરો પશુઓ પર જ હોય છે અને તેના દુધથી જીવન નિર્વાહ કરતા હોય છે ત્યારે આ દિપડો પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે અને જેને લઈને ખેડુતોને ભવ્ય નુકશાન થાય છે. આમ તો અનેકવાર ગામ લોકોએ વન વિભાગને જાણ કરી છે. પરંતુ વન વિભાગના પેટનું પાણી હલતું નથી.
ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાય દિપડો પકડવાની તજવીજ કે પાંજરા પણ મુકલામાં આવ્યા નથી. જેના કારણે ગામલોકોએ જાડે મળીને દીવસ રાત ખેતરોમાં લાકડીઓ લઈને ચોકી કરવાની શરૂઆત કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY