બજારમાં મંદી અકબંધ : સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઘટી અંતે બંધ થયો

0
9

મુંબઇ,તા. ૧૯
શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત ત્રીજા દિવસે શેરબજારમાં મંદી રહેતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઘટીને ૩૭૧૨૧ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક, એચડીએફસીના શેરમાં ૧.૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટ અથવા તો ૦.૪ ટકા ઘટીને ૧૧૨૩૪ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના શેરમાં સાત ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો જ્યારે રિલાયન્સ નિપ્પોન લાઇફ મેનેજમેન્ટના શેરમાં ૧૧ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ફી માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ કંપનીઓના શેરમાં આજે તીવ્ર કડાકો બોલી ગયો હતો. સેબીના આ નિર્ણયના પરિણામ સ્વરુપે એસેટ મેનેજમેન્ટ કંપનીઓના નફામાં ગાબડા પડશે પરંતુ મૂડીરોકાણકારો માટે બચત વધી જશે. રેગ્યુલેટર દ્વારા ફંડ હાઉસ માટે કહેવાતા કુલ ખર્ચ રેશિયોમાં પણ મર્યાદા મુકી દીધી છે.ઇક્વિટી એસેટે ૫૦૦ અબજ સુધી સાથે ફંડ હાઉસ માટે કુલ ખર્ચ રેશિયોમાં કાપ મુકવાની જાહેરાત કરવામાં આવી છે. એશિયન શેરબજારમાં તેજી જાવા મળી હતી. એશિયા પેસિફિક શેરમાં ઉથલપાથલ જાવા મળી હતી. ઓસ્ટ્રેલિયન શેરમાં પણ ૦.૪૫ ટકાનો સુધારો જાવા મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, અમેરિકા દ્વારા ચીની આયાત ઉપર નવેસરના નિયંત્રણો લાગૂ કરી દીધા છે. આની સાથે જ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વેપાર તંગદિલી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જા કે, ઓગસ્ટ મહિનામાં આ આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. સોમવારના દિવસે બ્લેક મન્ડેની સ્થિતિ રહી હતી. સેંસેક્સ સોમવારે ૫૦૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૮૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૭ પોઇન્ટ ઘટીને ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો.મંગળવારના દિવસે બીએસઈ સેંસેક્સ આજે ૨૯૫ પોઇન્ટ ઘટીને ૩૭૨૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૯૯ પોઇન્ટ ઘટીને ૧૧૨૭૯ની સપાટીએ રહ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY