રાપર માં બાળકો ઉપાડી જવાની ફેલાતી અફવાઓથી લોકો થઈ રહયાં છે પરેશાન

0
28

રાપર શહેર નાં નવાપરા વિસ્તાર માંથી એક દેવી પૂજક પરિવાર નો ૧૩ વર્ષીય બાળક સવાર નાં ૧૦ વાગે બજાર માં સ્કૂલ વેકેશન પૂરું થતા ચોપડીઓ ની ખરીદી કરવા ગયો હતો જે પરત નાં ફરતા રાપર માં છોકરાઓની ઉઠાંતરી કરવા વળી ગેંગ આવી છે તેવી અફવાઓ નું બજાર ગરમ થયુ હતુ તો જે દેવી પૂજક પરિવાર નો બાળક ગૂમ થયો હતો તે મોડી રાત નાં અગિયાર વાગ્યા સુધી તેનો પતો મળ્યો ન હતો અને રાપર પોલીસ સ્ટેશન નાં બીટ જમાદાર દિનેસ ભાઈ એ મોડી રાત સુધી ફરીયાદ નાં નોઁધતાં છોકરાં ની તપાસ કરાઈ ન હતી જેનાં કારણે દેવી પૂજક પરિવાર ને આખો દિવસ પોલીસ સ્ટેશન માં બેસી રહેવું પડયું હતુ જેનાં કારણે લાપતા બનેલ બાળક નો મોડી રાત સુધી પતો લાગ્યો ન હતો તો રાપર શહેર માં અફવાઓ નું બજાર જોર શોર થી ગરમ થયુ હતુ જેનાં કારણે રાપર નાં ગધેડી ધાર વિસ્તાર માંથી એક જાયલો ગાડી માં કેટલાંક સખ્સો દવરા એક મૂંગા છોકરાં નુ અપહરણ નો પ્રયાસ થયો છે અને તે છોકરા એ તે લોકો ને બટકું ભરી ને પોતાના ઘરે પહોંચ્યો હતો તેવી વાત એ જોર પકડતા શહેર માં મોટા સમુદાયમાં લોકો નું ટોળું એકઠું થઈ ગયુ હતુ જે રાપર પોલીસ મથકે જાણ કરવા પહોંચ્યું હતુ પણ રાપર પોલીસ નાં બીટ જમાદાર જાણે પોતે મોટા અધિકારી હોય તે રીતે ટોળાં ને ભગાડી મૂક્યું હતુ અને કહ્યુ હતુ કે બાળકનાં માતા પિતા ને લઇ આવો તેનાં પહેલાં પોલીસ મથક માં પ્રવેશ ન કરતા આમ લોકો ઉપર પોતાનો પાવર દેખાડતાં જમાદાર ઉપર બહાર લોકો રોષે ભરાયા હતાં જેમા કેટલાંક જાગૃત યુવાનો કહી રહ્યાં હતાં કે આવી રીત નું જવાબ દાર પોલીસ નું વર્તન હોય તો ગુનાખોરીનું પ્રમાણ કઈ રીતે નિવારણ થાય કારણ કે જે બાળક ને ઉપડવા નો પ્રયત્ન થયો હતો તેનાં માતા પિતા ડરી ગયા હતાં જેનાં કારણે પોલીસ ની ફરજ બને છે તે લોકો નાં ઘરે જઇ ને હકીકત ની તપાસ કરે પણ અહી તો પોલીસ મથકે અધિકારીઓ કાયદા નાં પાઠ ભણાવામાં વ્યસ્ત લાગતા હતા અને આવેલ લોકો ને હડસેલી દીધાં હતાં જેનાં કારણે મોટા સમુદાયમાં એકત્રિત થયેલ લોકોના ટોળાં માં પોલીસ પ્રત્યે ગુસે થયાં હતાં કારણ કે આખો દીવસ બુટલેગરો અને ખનીજ માફિયાઓ ખુલે આમ પોલીસ મથક નાં આંટાફેરા કરતાં હોય છે તેમને કોઈ જમાદાર કામ વગર આવવા ની મનાઈ નથી કરતાં અને સામન્ય લોકો પોતાની રજુઆત કરવા આવે એટલે જણે કેવો મોટો ગુનો કર્યો હોય તેવો ઘાટ રાપર પોલીસ માં દેખાઈ રહ્યો છે તો બીજી તરફ આવી અફવાઓ નો દોર ચાલી રહ્યો છે અને તેમાંય દેવી પૂજક પરિવાર નો છોકરો ગૂમ થઈ જતા આવા ગંભીર પ્રકરણ માં પણ જવાબદાર બીટ જમાદાર પોતાની હોશિયારી થી પર નથી આવતાં તે બાબત પુર્વ કચ્છ પોલીસ માટે ગંભીર ગણાય શું એસ.પી ભાવના બેન આ જમાદાર વિરૂદ્ધ પગલાં લેશે..?

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY