લોકોને સમ્માનથી જીવવાનો હક છે તો સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક છે સુપ્રિમનો ઐતિહાસિક નિર્ણય : શરતો સાથે ઈચ્છામૃત્યુને આપી મંજૂરી

0
60

ન્યુ દિલ્હી,
તા.૯/૩/૨૦૧૮

ઇચ્છા મૃત્યુ માટે લખેલ વસીયતને માન્યતા આપતી કોર્ટ,કેન્દ્ર સરકારનો વિરોધ,ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ નક્કી કરી શકશે કે ક્યારે દુનિયા છોડવી છે

સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપતા ” મરણાસન્ન વ્યક્તિએ લખેલી ઇચ્છા મૃત્યુના વિલને કાયદેસર ગણાવ્યું છે. ” આ સાથે જ બંધારણની દ્રષ્ટીએ મૂળભૂત હકો પૈકી એક જીવન જીવવાનો હકની કલમ ૨૧ને લગતો આ મહત્વપૂર્ણ ચુકાદો સાબિત થશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ‘જેમ લોકોને સમ્માનથી જીવવાનો હક્ક છે તેમ સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક છે. ગંભીર રોગથી પડાતી વ્યક્તિ કે જેના સારા થવાની કોઈ આશા જ નથી તે નક્કી કરી શકશે કે ક્યારે પોતે અંતિમ શ્વાસ લેશે.’ચીફ જસ્ટીસ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજાની બેંચે ગત વર્ષે ૧૧ ઓક્ટોબરના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે એક દ્ગર્ય્ં કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવેલ એક પીટીશનમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ ૨૧ અંતર્ગત જે રીતે નાગરીકોને જીવવાનો અધિકાર છે તે રીતે મરવાનો પણ અધિકાર છે. જે અંગે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે ઇચ્છા મૃત્યુની કોઈને અનુમતિ આપી શકાય નહીં. પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ મુજબ કોઈ મરણાસન્ન વ્યક્તિની સપોર્ટ સિસ્ટમ દૂર કરી શકાય છે. આ પહેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે કહ્યું હતું કે ‘શું કોઈને પોતાની મરજી વિરુદ્ધ આર્ટિફિશીયલ સપોર્ટ સિસ્ટમ પર જીવવા માટે મજબૂર કરી શકાય છે? જ્યારે સમ્માનથી જીવનનો અધિકાર છે તો કેમ પછી સમ્માનથી મરવાનો અધિકાર નથી? શું ઇચ્છા મૃત્યુ પણ મૌલિક અધિકાર છે? તો સુપ્રીમ કોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે આજકાલ ઘણા પરીવારોમાં વૃદ્ધ વ્યક્તિઓને એક ભારરુપ ગણવામાં આવે છે. એવામાં ઇચ્છા મૃત્યુમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.’

દ્ગર્ય્ં કોમન કોઝે ૨૦૦૫માં આ મામલે અપીલ દાખલ કરી હતી. જેના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ‘ગંભીર બીમારી સામે લડતા લોકોને લિવિંગ વિલ બનાવવાનો હક હોવો જાઈએ. કેમ કે આ માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ કહી શકે છે કે જા તેવી સ્થતિમાં પહોંચી જાય જ્યાં જઈને તેના સારા થવાની શક્યતા ઓછી છે. ત્યારે આ ખૂબ મહત્વનું બની જાય છે.’કોર્ટે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે કઈ રીતે નક્કી કરી શકાશે કે દર્દીની હેલ્થ સારી થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. ત્યારે દ્ગર્ય્ં તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે તેવું ડોક્ટર નક્કી કરી શકવા સમર્થ છે. કેમ કે હાલમાં આવો કોઈ કાયદો ન હોવાથી ડોક્ટર ફરજીયાત વવ્યક્તિને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખે છે. જા હેલ્થ સારી જ નથી થવાની તો પછી તેના શરીરને વધુ પ્રતાડીત કરવાનો હક્ક નથી. કેન્દ્રે આ મામલે જવાબ આપતા કહ્યું કે, ‘જુદી જુદી કમિટી દ્વારા અનેક પરિસ્થતિઓમાં ઇચ્છા મૃત્યુને યોગ્ય ગણાવ્યું છે પરંતુ સરકાર આ મામલે સમર્થન નથી કરતી. આ એક રીતે આત્મહત્યા સમાન છે. આ મામલે સુનાવણી કરતી પાંચ જસ્ટીસવાળી બંધારણીય બેંચમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ.કે. સિકરી, જસ્ટીસ એ.એમ. ખામવિલકર, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટીસ અશોક ભૂષણ સામેલ છે.’

ઈચ્છા મૃત્યુ વિશે સૌથી પહેલા વિવાદ ૨૦૧૧માં શરૂ થયો હતો. જ્યારે ૩ વર્ષથી કોમાની હાલતમાં કેઈએમ હોસ્પિટલમાં નર્સ અરુણા શાનબાગને ઈચ્છા મૃત્યુ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
અરુણા શાનબાગ સાથે ૨૭ નવેમ્બર ૧૯૭૩માં હોસ્પિટલના જ એક વોર્ડ બોયે રેપ કર્યો હતો. તેણે અરુણાનું ગળુ દબાવી દીધું હતું અને ત્યારથી અરુણા કોમામાં જતા રહ્યા હતા. તેઓ ૪૨ વર્ષ સુધી કોમામાં રહ્યા હતા. અરુણાની સ્થતિને ધ્યાનમાં રાખીને ઈચ્છામૃત્યુની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે ત્યારે તે અરજી ફગાવી દીધી હતી. તે સિવાય કેરળના એક શિક્ષકે પણ ઈચ્છામૃત્યુની માગણી કરી હતી. જેને કેરળ હાઈકોર્ટે નકારી દીધી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY