ચીનની અવળચંડાઇઃ ભારતને એનએસજીમાં પ્રવેશતા અટકાવવા પ્રયાસો ચાલુ રાખશે

0
9

ભારત જેવા દેશે એનપીટી પર હસ્તાક્ષર કર્યા નથી માટે એનએસજીમાં પ્રવેશ અપાય નહિઃચીન
બેઇજિંગ,તા.૩૧
ચીને સંકેત આપી દીધો છે કે તે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (NSG)માં પ્રવેશ રોકવાનો ચાલુ રાખશે. ચીનનું આ વલણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શીની વચ્ચે ગયા વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ત્રણ વખત થયેલી સારી મુલાકાત છતાંય ચાલુ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે કહ્યું કે ન્યુક્લિઅર નાન પ્રાલિફરેશન ટ્રિટીની એપ્લીકેશનને લઇ બેવડું વલણ હોવું જાઇએ નહીં. ચીનને લાગે છે કે ભારત જેવા દેશ જેમણે ન્યુક્લિઅર નોન પ્રાલિફરેશન ટ્રિટી (NPT) પર હસ્તાક્ષર કર્યા નથી, તેમને NSGમાં પ્રવેશ અપાશે નહીં.
ભારતનું માનવું છે કે તેણે ભલે એનપીટી પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ પરમાણુ અપ્રસારના સારા રેકોર્ડના લીધે તેને આ ગ્રૂપમાં પ્રવેશ મળવો જ જાઇએ. ગેંગ એ ભારતનું નામ લીધા વગર કહ્યું કે અમને લાગે છે કે આપણે આ બાબત પર પૂરતી ચર્ચા કરવાની જરૂર છે અને સંધિ લાગૂ કરવામાં બેવડા માપદંડોનો વિરોધ કરી વ્યવહારિક ઉપાયોની તપાસ કરો. પેઇચિંગમાં યુનાઇટેડ નેશન સિક્યોરીટી કાઉન્સિલના સ્થાયી પાંચ સભ્યોની મીટિંગ પહેલાં આ નિવેદન સામે આવ્યું છે. યુએનએસસીની આ મીટિંગ પરમાણુ નિરસ્ત્રીકરણને લઇને હતી.
ગેંગ એ કહ્યું કે અમારું માનવું છે કે આપણે આપણા અધિકાર, પ્રભાવશીલતા, સાર્વભૌમિકતાને વધારવા જોઇએ અને પરમાણું પ્રસારને રોકવા માટે શ્રેષ્ઠ કામ કરવું જોઇએ. આ સિવાય અમારું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયને બહુપક્ષીયવાદની સાથે રહેવું જાઇએ અને પરમાણુ ઉર્જાના બિન પ્રસાર, નિઃશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ ઉપયોગ માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY