ગુરુદ્વારા મણિનગર-અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બૈશાખી અને ખાલસા સર્જનાત્મક દિવસની ભવ્ય ઉજવણી કરાશે

0
94

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શીખ સમુદાય દ્વારા તા.૧૪ એપ્રિલ-૨૦૧૮ના રોજ ગુરુદ્વારા ગુરૂનાનક દરબાર મણિનગર, અમદાવાદ ખાતે બૈશાખી અને ખાલસા સર્જનાત્મક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતના ગુરુદ્વારાઓમાં તા.૧૩ એપ્રિલ થી ૧૫ એપ્રિલ-૨૦૧૮ દરમિયાન યોજાનાર આ ઉજવણીમાં કથા, કીર્તન, પ્રભાતફેરી, અમૂર્ત સંચાર તથા ગુરૂના લંઘરનું ધામધુમથી આયોજન કરવામાં આવે છે.
શીખ ધર્મમાં દર્શાવેલ માર્ગે ચાલી, વિશ્વભરમાં ભાઇચારા, અમન શાંતિ રાખવામાં મદદરૂપ થવાની ભાવના સાથે ખાલસા સર્જનાત્મક દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ગાંધીનગરના નિયામક પરમજીતકૌર છાબડાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY