અમદાવાદ ની પોદાર સ્કૂલ ચાંદખેડા દ્વારા સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ આપવામાં ધરાર આડોડાઈ .

0
54

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ની પોદાર સ્કુલ ચાંદખેડા દ્વારા છઠ્ઠા ધોરણમાં પાસ થયેલ એક વિદ્યાર્થીને અન્ય સ્કૂલમાં એડમિશન મળી જતા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપવામાં જક્કી વલણ અપનાવામાં આવ્યું છે.સંચાલકી દ્વારા કહેવામાં આવે છે કે અમારી નવી શરૂ થતી ટર્મ ની ફી ભરો તો જ સ્કુલ લીવીંગ આપીશું.! આમ વાલીઓ ને સ્કૂલ લીવીંગ આપવા માટે પણ જબરજસ્તી આગલી ટર્મ ના નાણાં વસૂલ કરી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શું અન્ય શાળામાં અભ્યાસ કરવા જવું એ પણ ગુનો છે જેની સજા જૂની સ્કૂલમાં એક વર્ષની ફી ભરવી પડે? આમ સ્કૂલો દ્વારા નવા એડ્મીસન મા તો કમાણી છે જ, સાથે સાથે કોઈ વિદ્યાર્થી શાળા છોડવા માંગે તો એની પાસે પણ ફી વસૂલી તગડી કમાણી કરવામાં આવી રહી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં આ બાબતે વળી દ્વારા ડિસ્ટીક એજ્યુકેશન ઓફિસર ને ફરિયાદ કરવામાં આવનાર છે ત્યારે શાળા વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવશે તે તો સમય જ બતાવશે પણ એક વાત તો નક્કી જ છે કે સરકારના શિક્ષણ ખાતું ફી બાબતે કે અન્ય વિષયે વિદ્યાર્થી અને વાલી કરતા શાળાઓનું તથા સંચાલકોનું વધુ ધ્યાન આપવામાં આવે છે તેમ ગુરત ના વાલીઓ માનતા થઈ ગયા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આવી શાળાઓમાં અગ્નિશમન માટે, બાળકો ની રમતગમતનુ ગ્રાઉન્ડ, વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલય જેવી વ્યવસ્થા વગર ચાલતી શાળાઓ પર સરકારની ગાજ પડતી નથી, જેથી આવનારા સમય માં હવે વાલીઓએ જાગૃત થવાના દિવસો આવી ગયા છે. કહેવાતી પારદર્શક સરકાર એજ્યુકેશનના મામલે કડક બને તોજ ખાનગી શાળાઓ માપમાં રહી વિદ્યાર્થીઓને વિદ્યા સાથે અન્ય જરૂરી સવલત પૂરી પાડે તેમ લાગી રહ્યું છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY