બેઇઝિંગ,તા.૧૨
આઈફોનના નવા મોડલ એક્સઆરનું ચીનમાં વેચાણ ઓછું થવાને કારણે સ્માર્ટફોન સેલર્સે તેની કિંમત ૧૩,૪૪૦ રૂપિયા (૧૯૨ ડોલર) સુધી ઘટાડી દીધી છે. આ કારણે સ્માર્ટફોન સેલર્સે તેની કિંમત ૧૩,૪૪૦ રૂપિયા (૧૯૨ ડોલર) સુધી ઘટાડી દીધી છે. ચીનના મોટો રિટેલર સનિંગે ૧૨૮ જીબી વાળા આઈફોન એક્સઆરની કિંમત ૭૨,૫૨૦ રૂપિયા (૧,૦૩૬ ડોલર)થી ઘટાડીને ૬૦,૦૬૦ રૂપિયા (૮૫૮ ડોલર) કરી દીધી છે. એક્સપર્ટનું કહેવું છે કે કિંમત વધુ હોવાના કારણથી નવા આઈફોનના વેચાણમાં ઘટાડો આવ્યો છે. સ્થાનિક કંપની હુવાવેના સ્માર્ટફોનની સરખામણીમાં આઈફોન ખૂબ જ મોંઘો થયો છે અને તેમાં ઈનોવેટિવ ફીચર્સ પણ નથી.
ઓનલાઈન વેચાણકર્તાઓએ પણ આઈફોન એક્સઆરની કિંમતમાં ઘટાડો કર્યો છે. એક સેલરે ૨૫૬ જીબી વાળા આઈફોન એક્સએસ મેક્સનો રેટ ૧,૬૨૮ ડોલર ઘટાડીને ૧,૪૩૬ ડોલર કરી દીધો છે. આમ છતા તે અમેરિકાની સરખામણીમાં ચીનમાં મોંઘો છે. અમેરિકામાં આઈફોન એક્સએસ મેક્સની કિંમત ૧,૨૪૯ ડોલર છે. એટલે કે ચીનની સરખામણીમાં આ રેટ ૧૮૭ ડોલર (૧૩,૦૦૦ રૂપિયા)ઓછો છે.
રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, વાર્ષિક આધાર પર નવેમ્બર ૨૦૧૮માં આઈફોનનું વેચાણ ઓછું થયું હતું. વર્ષ ૨૦૧૭માં લોન્ચ થયેલ એપલની સરખામણી તે વખતના સસ્તા મોડલ આઈફોન ૮ અને ૨૦૧૮માં આવેલા સૌથી સસ્તા મોડલ આઈફોન એક્સઆરની સરખામણી કરવામાં આવે તો એક્સઆરનું વેચાણ ૫ ટકા ઓછું રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



