વાઈસ ચેરમેન પદે માવજી દેસાઈની વરણી થઈ
પાલનપુર,તા.૪
એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં આજે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો.જેમાં બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન પદે માવજી દેસાઈની પુનઃવરણી થઈ છે. જેને લઈને બનાસ ડેરીમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.
રાજ્યના પૂર્વ સ્વાસ્થય મંત્રી શંકર ચૌધરી માટે ચેરમેન પદ જાણવી રાખવા માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો. કારણ કે ૨૦૧૭માં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. બાદમાં તેની પાસે હાલ ચેરમેન પદ મહત્વનું માનવામાં આવે હતું. ત્યારે તેની પુનઃવરણી થતાં ખુશી જોવા મળી રહી છે.
મહત્વનું છે કે ૨૦૧૭ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત્તાનું જ અસ્તિત્વ હતું. જાકે તેમના નેતૃત્વમાં ડેરીએ પ્રગતિના અનેક સોપાન સર કર્યા છે. પશુપાલકોને દૂધ વધારો તેમજ હની પ્રોજેક્ટ ભાવ વધારો જેવા અનેક સારા નિર્ણયો કર્યા છે.
ઉલ્લેનિય છે કે બનાસ ડેરીમાં ૩ લાખ જેટલા પશુપાલકો દૂધ ભરાવે છે. ડેરીમાં રોજની ૫૦ લાખ લીટર દૂધની આવક છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ૯-૧૦ હજાર કરોડનું છે. બનાસ ડેરી માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે.દૂધની બનાવટમાં બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરી માનવમાં આવે છે. બનાસ ડેરીના પાલનપુરમાં ૩ મોટા મોટા પ્લાનટ આવેલા છે. ત્યારે ફરી ચેરમેન પદે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન પદે માવજી દેસાઈની વરણી થઈ છે.
(જી.એન.એસ.)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





