બનાસકાંઠા,તા.૨૫
બનાસકાંઠાના થરાદ સાંચોર રોડ પર લક્ઝરી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે બસમાં બેઠેલા કેટલાક પેસેન્જરોને પણ નાની મોટી ઈજા પહોંચી છે.
થરાદ-સાંચોર રોડ પર આવેલા પીલુડા ગામ પાસે રાજસ્થાનની લક્ઝરી પેસેન્જર લઈ જઈ રહી હતી ત્યારે એક જીપ સાથે જબરદસ્ત ટક્કર થઈ, જેમાં જીપમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં લક્ઝરીમાં બેઠેલા લોકોને પણ નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ પોલીસ આવે તે પહેલા જ લક્ઝરી બસનો ડ્રાઈવર બસ મુકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ અકસ્માતમાં લક્ઝરીમાં બેઠેલા લોકોને પણ નાની મોટી ઈજા પહોંચી છે.
અકસ્માત સ્થળ પર લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી રફૂચક્કર થઈ ગયેલા ડ્રાઈવરને શોધવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





