બેંગલુરુ,તા.૬
કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ફરી એક વખત હારનો સામનો કરવો પડ્યો. ટીમે કેપ્ટન વિરાટ કોહલી ૮૪ અને એબી ડિ વિલિયર્સના ૬૩ રનની મદદથી ૨૦૫નો સ્કોર બનાવ્યો તો લાગ્યું કે સતત ચાર મેચથી હારતી ટીમ આજે કદાચ જીતી જશે પરંતુ રસેલે મેદાન પર ઉતરી તોફાની બેટિંગ કરી બધાને ચોંકાવી દીધા.
કોહલીએ કહ્યું કે અમે છેલ્લી ચાર ઓવરમાં મેચ હારી ગયા. અમે જે રીતે બોલિંગ કરી રહ્યા હતા તે માટે અમે હારના હકદાર હતા. કેપ્ટને કહ્યું કે જો તમે મુશ્કેલ સ્થિતિમાં બહાદુરીથી બોલિંગ કરી શકતા નથી તો તમારે રસેલ જેવા પાવર-હિટરની સામે સ્ટ્રગલ કરવી પડશે.
કોહલીએ કહ્યું કે અમે દબાણમાં થોડાંક વિખાઇ ગયા. આખી આઇપીએલમાં અમારી સાથે આ જ થઇ રહ્યું છે. બેંગ્લોરે ૨૦૫નો સ્કોર બનાવ્યો હતો પરંતુ કપ્તાને કહ્યું કે ટીમ ૨૦-૨૫ રન વધુ બનાવી શકતી હતી. તેનાથી થોડીક મદદ મળતી.
આરસીબીના કેપ્ટને કહ્યું કે રસેલની આક્રમક બેટિંગની સામે કોહલીની ટીમ સ્ટ્રગલ કરતી દેખાઇ. આ સીઝન અમારા માટે ખૂબ નિરાશાજનક રહી છે. પરંતુ અમારે પોતાના પર વિશ્વાસ કરવો પડશે કે અમે વસ્તુ બદલી શકીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




