બેંગલુરૂ મેટ્રોમાં યુવકે મહિલા સાથે અશ્લીલ હરકત કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

0
8

બેંગલુરુ,તા.૪
દેશભરમાં બળાત્કાર અને છેડતીની વણથંભી વણઝાર વચ્ચે બેંગલુરૂમાં એક શરમજનક ઘટના સામે આવી છે. બેંગલૂરૂ મેટ્રોમાં એક ૨૭ વર્ષિય યુવકે મહિલા સાથે અત્યંત વિકૃત કહી શકાય તેવી હરકત કરી હતી.
યુવક તેના પેંટની ચેન ખોલીને આગળ ઉભેલી મહિલાને ચિપકવા લાગ્યો હતો. મહિલાને વાતની જાણ થતા મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. સહયાત્રીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની ચેન ખુલ્લી હતી અને તેનો પ્રાઈવેટ પાર્ટ પણ બહાર હતો. લોકોએ બેશરમ યુવકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ત્યાર બાદ તેને જયાનગર પોલીસ સ્ટેશન સોંપી દીધો હતો.
પીડિત મહિલા વેલ્લનડૂરની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તે સાંજે ૫ઃ૧૫ વાગ્યે રાજાજીનગર સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેઠી હતી. મહિલા બાનાશંકરી જઈ રહી હતી. મેટ્રોમાં ભીડ હોવાના કારણે તેને બેસવાની જગ્યા મળી ન હતી અને તે ઉભી રહી હતી. ૧૫ મીનીટ બાદ ટ્રેન મૈજેસ્ટિક સ્ટેશન પહોંચવામાં હતી ત્યાં પોતાની પાછળ ઉભેલો યુવક મહિલાને ચિપકવા લાગ્યો હતો. મહિલાને આ હરકત થોડી વિચિત્ર લાગી. તેને યુવકને ચેતવણી આપીને પાછળ હટી જવા કહ્યુ. યુવકે દલીલ કરી હતી કે, મેટ્રોમાં ભીડ છે અને જગ્યા ન હોવાથી તે આવી રીતે ઉભો છે.
થોડી વાર બાદ મહિલાને કંઈક ગડબડ જણાઈ. મહિલાએ પાછળ ફરીને જોયું તો યુવકના પેંટની ચેન ખુલ્લી હતી અને તેનો પ્રાઈવેટ પાર્ટ બહાર નિકળેલો હતો. આ જોઈ યુવતીએ હોબાળો મચાવતા ટ્રેનમાં રહેલા અન્ય મુસાફરોએ યુવકને પકડીને બરાબરનો ફટકાર્યો હતો. પોલીસે યુવક પર કેસ નોંધી જેલમાં ધકેલી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY