ઘણા બધા વાદળ હોય તો તે રડારને ડિટેક્ટ થવાથી બચાવે છે : એર માર્શલ રઘુનાથ નામ્બિયાર

0
8

બઠિંડા,તા.૨૭
બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર પીએમ નરેન્દ્ર મોદીના રડારવાળા નિવેદન પર એર માર્શલ રઘુનાથ નામ્બિયારે ટિપ્પણી કરી છે. નામ્બિયારે કહ્યું છે કે ઘણા બધા વાદળ હોય તો તે રડારને ડિટેક્ટ થવાથી બચાવે છે.
વેસ્ટર્ન એર કમાન્ડરના કમાન્ડિંગ ઇન ચીફ રઘુનાથ નામ્બિયારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે આકાશમાં ઘેરા વાદળો હોય તો તેવી સ્થિતિમાં રડાર કંઈક અંશે બિલકુલ સાચું ડિટેક્ટ નથી કરી શકતા. એર માર્શલે આ જવાબ આર્મી ચીફ બિપિન રાવતના એ સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદન બાદ આપ્યો છે.
આર્મી ચીફ જનરલ બિપિન રાવતે વડાપ્રધાન મોદીની રડારવાળી ટિપ્પણી વિશે પૂછાતાં કહ્યું કે કેટલાક રડાર પોતાના કામ કરવાની પદ્ધતિના કારણે વાદળોની પાર નથી જોઈ શકતા.
તેઓએ કહ્યું કે, અલગ-અલગ ટેક્નોલોજીથી કામ કરનારા વિભિન્ન પ્રકારના રડાર છે. કેટલાકમાં વાદળોની પાર જોવાની ક્ષમતા હોય છે જ્યારે કેટલાકમાં આવી ક્ષમતા નથી હોતી. કેટલાક રડાર પોતાના કામ કરવાની પદ્ધતિના કારણે વાદળોની પાર નથી જાઈ શકતા. કિયારેક એવું થઈ શકે, કિયારેક નથી થઈ શકતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY