પ્રથમ દિવસે જ ફિયાસ્કો..!! લોકસભા બેઠક માટે એક પણ ફોર્મ ન ભરાયું

0
25

બારડોલી,તા.૨૮
આગામી ૨૩મી, એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીના ફોર્મ ૨૮મી, માર્ચના રોજથી ભરવા માટે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ૨૩-બારડોલી લોકસભા સંસદીય મતવિસ્તારની ચૂંટણી માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું ન હતું. ચૂંટણી તંત્ર દ્વારા સાત ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૨૩-બારડોલી લોકસભાના ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા તરફથી મળતી વિગતો અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે એક પણ ફોર્મ ભરાયું ન હોવાનું જણાવાયું છે. જયારે સાત જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ૨ અપક્ષ, ૨ ભારતીય ટ્રાયબલ પાર્ટી, ૧ સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી, ૧ ભીલીસ્થાન લાયન સેના અને ૧ બહુજન રિપબ્લિકન સોશીયાલિસ્ટ પાર્ટી મળી કુલ ૭ ફોર્મનું વિતરણ ચૂંટણી અધિકારીની કચેરીમાંથી કરવામાં આવ્યું હોવાનું ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY