બરેલી,તા.૨૨
પુલવામા હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે.શહીદ જવાનોના પરિવારજનોને મદદ માટે આખા દેશમાંથી લાખો લોકો આગળ આવ્યા છે. શહીદ પરિવારોને સહાય માટે યુપીના બરેલી શહેરની એક સ્કૂલની આચાર્યે પોતાની સોનાની બંગડીઓ વેચીને ૧.૩૮ લાખ રુપિયાની સહાય આપી છે.
આચાર્ય કિરણ જાગવાલે વડાપ્રધાન રાહત કોષમાં આ રકમ ડોનેટ કરી છે.કિરણે કહ્યું હતુ કે જ્યારે શહીદોના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યા અને તેમની પત્નીઓના વિલાપ કરતા દ્રશ્યો ટીવી પર જાયા ત્યારે હું હચમચી ગઈ હતી.એ પછી મને વિચાર આવતો હતો કે આ મહિલાઓ માટે હું શું કરી શકું છે.ત્યારે મેં મારી સોનાની બંગડીઓ વેચી દેવાનુ નક્કી કર્યુ હતુ. આ બંગડીઓ મને મારા પિતાએ ગિફટ આપી હતી.બંગડીઓ વેચ્યા બાદ જે પૈસા આવ્યા તે પીએમના રાહત ભંડોળમાં આપ્યા છે.
કિરણે કહ્યું હતુ કે આપણો દેશ ૧૩૦ કરોડની વસ્તી ધરાવે છે.જો દરેક પરિવાર એક રુપિયો પણ ડોનેટ કરે તોય આ પરિવારો પાસે બહુ પૈસા જમા થઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



