જસદણમાં ભાજપની ભવ્ય જીત થશે,અમિત ચાવડાને કંઈ ખબર જ નથી : બાવળિયા

0
4

રાજકોટ,તા.૧૨
પાંચ રાજ્યોમાં જે રીતે ભાજપનાં સૂપડા સાફ થઈ ગયા છે. જનતાઓ ભાજપને જાકારો આપ્યો છે. તેવી જ રીતે કોંગ્રેસમાંથી લાલચના મોહમાં ભાજપમાં ગયેલા નેતાઓની પણ આવી જ સ્થિતિ થશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના આ પ્રકારના નિવેદનને લઈને બાવળીયા મેદાનમાં આવી ગયા છે.
મીડિયા સાથે વાત કરતા અમિત ચાવડાના નિવેદન પર કુંવરજી બાવળીયાએ પ્રતિક્રિયા આપી હતી કે, ૫ રાજ્યોમાં ભલે ગમે તેવા પરિણામ આવ્યા હોય. પરંતુ જસદણમાં તેની કોઈ જ અસર નહીં થાય. અમિત ચાવડાને જસદણની કંઈજ ખબર નથી. કે મેં જસદણની જનતા માટે શું કર્યું છે અને શું નથી કર્યું. મેં જસદણની જનતાને કોઈ જ દ્રોહ નથી કર્યો. એટલા માટે જ ગત વખત કરતા આ વખતે બે ગણા મતથી ચૂંટણી જીતીશ.
બાવળિયાએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રદ થયેલી નોટ ગણાવી હતી. ઇન્દ્રનીલ પૈસાના જારે ખરીદવા નીકળ્યા છે. ઇન્દ્રનીલનું અનેક ગામોમાં અપમાન થયું છે. વધુમાં તેણે ક:હ્યું કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષે પરિવર્તન થાય છે. રેશ્મા પટેલને તેમનો અંગત પ્રશ્ન છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY