બેંગ્લુરુમાં એર શાના પાર્કિંગમાં ભીષણ આગ લાગતાં ૩૦૦ કાર બળીને ખાખ

0
5

બેંગ્લુરુ,તા.૨૩
બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શો દરમિયાન ફરી એર વખત મોટી દુરઘટના સામે આવી છે. મળતી જાણકારી મુજબ પાર્કિંગ વિસ્તાર નજીક પડેલા ઘાસમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ વધુ ફેલાતા પાર્કિંગમાં પડેલી ગાડીઓમાં લાગી હતી. ગાડીઓમાં આગ લાગવાને કારણે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્કિંગમાં પાર્ક કરેલી અંદાજે ૩૦૦ જેટલી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. જો કે, હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
આજે લાગેલી આગમાં ઘણી બધી ગાડીઓ એક સાથે સળગી ઉઠી હતી. ભીષણ આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાતા એર શો નિહાળવા આવનારા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ દુર્ઘટનામાં કોઈ વિમાનને નુકસાન થયું નથી. ફારના ડીજીપી એમ એન રેડ્ડીએ ટિવટ કરીને જણાવ્યું કે આશરે ૩૦૦ ગાડીઓ આગમાં બળીને રાખ થઈ ગઈ છે. બાજ-બાજુમાં પાર્ક કરાયેલી કારમાં આગ ફેલાતી રોકવા પાસેની અન્ય કારને ખસેડી વચ્ચે જગ્યા કરાતા આગ વધુ ફેલાતા અટકી હતી. આગની ઘટનામાં કોઈ વ્યકિત દાઝી નથી. ખુલ્લા મેદાનમાં સૂકા ઘાસ અને પવનને પગલે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનો અંદાજ છે. યેલાહન્કા એરબેઝ ખાતેના એરો ઈન્ડિયા શોની પૂર્ણાહુતિ રવિવારે થશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એરો ઈન્ડિયા શોના ઉદઘાટન પહેલા એક મોટી દુરઘટના ઘટી હતી. હરિયાણાના હિસારના રહેવાસી સાહિલ ગાંધી શોના ઉદઘાટનથી એક દિવસ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ પ્રેકિટસ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયુ હતું. આ ઘટનામાં બંન્ને પાયલોટના જીવ તો બચી ગયા હતા, પરંતુ સાહિલના વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તે વિમાનમાંથી બહાર ન નિકળી શકવાને કારણે આ ઘટનામાં તેમનું મોત થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY