ભચાઉ તાલુકાના અમરાપર ગામની સીમમાં પ્રેમી પંખીડાએ રહસ્યમય રીતે ફાંસી લગાવેલી હાલતમાં મૃત મળી આવ્યા રહસ્ય ઉકેલવા તંત્રમાં દોડધામ

0
85

ભચાઉ તાલુકાના ખડીર ખાતે અમરાપર ગામની સીમ નજીક આવેલી બીએસએફ સામે આવેલી ખુલ્લી જગ્યામાં આવેલા પીલુડીના ઝાડ પર લટકેલી હાલતમાં પ્રેમી પંખીડા મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે આ બનાવ પ્રકાશમાં આવતાં જ પોલીસ તંત્ર દોડતું થયુ હતું અને બન્ને મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા આ પ્રેમી પંખીડા રાપર તાલુકાના ગેડી ગામના રહેવાસી છે અને યુવકનું નામ સોમાભાઈ કોલી અને યુવતીનું નામ હનુબેન છે આ બન્ને ની ઉંમર ૨૫ થી ૨૬ વેર્ષની હોવાનું તહેલકા ન્યૂઝ સાથે વાત કરતા રાપર પી.એસ.આઈ પટેલ દ્વારા જણાવાયું હતું અને
પારકરા કોલી હોવાનું જાણવા મળ્યું છે જોકે વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ આ પ્રેમી પંખીડા પીલુડીના ઝાડ પર લટકેલા પ્રેમી પંખીડાંઓએ પોતાના શર્ટ વડે ફાસો ખાધેલો છે તો પ્રેમિકાએ પોતાના ચણીયાની કોર બાંધી ગળે ફાશો ખાધેલો છે, અને પ્રેમી યુવક્ના પગ પણ જમીનને અડેલા છે ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા નિપજાવી લટકાવી દીધા છે તે શંકા ઉપજાવે તેવી બાબત છે. પોલીસ પોસ્ટ મોર્ટમના રીપોર્ટની રાહ જોઇ રહી છે પોતાના ગામેથી ભાગી અને ખડીર ખાતે રહેતા તેના સબંધીના ધરે આવ્યા હતા મૃતદેહમાંથી આવતી દુર્ગધ પરથી એવું તારણ પણ જાણવા મળ્યું હતું કે આ પગલું ત્રણ ચાર દિવસ પહેલાં ભરાર્યું હોવું જોઇએ

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY