ભચાઉ ના શ્રવણ કાવડીયા આશ્રમ ખાતે તાલુકા આરોગ્ય અધીકારી ડો.એ.કે.સીંઘ ના માર્ગદર્શન અંતર્ગત સમાજ મા વધતી જતી વસ્તી ની સ્થીરતા લાવવા હેતુ અને જન સમુદાય મા આ બાબત ની જાગૃતી આવે તે ઉદેશ્ય થી ચાલુ વર્ષ ના સુત્ર “ ઉજવળ આવતી કાલ ની સરુઆત ,કુટુંબ નિયોજન ની સાથ” ને સાર્થક કરવા તાલુકા ના આશા બહેનો અને ફીમેલ હેલ્થ વર્કરો નો વિશ્વ વસ્તી દિન નો સેમીનાર યોજવામાં આવ્યો હતો જેનુ દીપ પ્રાગ્ટય સાધ્વી શ્રી આંત્માનંદજી, સાસ્ત્રી શ્રી નરેન્દ્ર મારાજ , જિલ્લા આઇ.સી.અધીકારી પ્રવીણાબેન શ્રીમાળી,ડો નારાયન સીંઘ, ટી.એચ.વી. સોનાબેન , તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઇ દરજી દ્રારા કરવામા આવેલ ગત વર્ષ ૨૦૧૭/૧૮ દરમ્યાન કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ફીમેલ હેલ્થ વર્કર મમતાબેન નાયક(લખપત) ,મીનાક્ષીબેન સોલંકી (ચોબારી) , વિધ્યાબેન મકવાણા (જુના કટારીયા) , ગીતાબેન આહીર( વોંધ) , દક્ષાબેન વણકર (છાડવાડા), કલ્પનાબેન સોરઠીયા (શીકરા) , અર્પિતા માલીવાળ (ભચાઉ) , બધીબેન વરચંદ(રતનપર) તેમજ આશા ઇન્દુબા જાડેજા ( આધોઇ) , ઉર્મીલાબેન બરંડા (ભચાઉ) , નીતાબેન દરજી ( છાડવાડા) , રુકશાનાબેન સંઘાર (કુંભારડી) , અનુબેન મકવાણા (ચોબારી) , લાભુબેન કોલી (જુના કટારીયા) , નાવીબેન( ધોળાવીરા) નુ સન્માન કરવામા આવેલ જીલ્લા આઇ.સી.અધીકારી પ્રવીણાબેન શ્રીમળીએ પરીવાર નિયોજન ની પદ્ધતિ વિશે તેમજ પ્રસુતી ના સાત દીવસ મા ઓપરેશન કરાવનાર સ્ત્રી ને સરકાર શ્રી તરફ થી રૂ.૨૨૦૦/- સપ્તાહ બાદ રુ. ૧૪૦૦/- તેમજ પુરુષ ઓપરેશન કરાવનાર ને રુ ૨૦૦૦/- ઉપરાંત એક અને બે દિકરી પછી કુટુંબ નિયોજન નુ ઓપરેશન કરાવનાર લાભાર્થી ને અનુક્રમે ૬૦૦૦ અને ૫૦૦૦ ના રાષ્ટ્રીય બચત પત્ર મળવા પાત્ર હોવાનુ વિગતવાર માર્ગદર્શન આપેલ કાર્યક્રમ ની સફળતા માટે દીપકભાઇ દરજી, અયુબ હાલા, રાજુ પરમાર, ભાવેશ આહીરે એ જહેમત ઉઠાવી હતી
બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 36092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




