અંકલેશ્વર નવી નગરી વિસ્તારનું ગેરકાયદે બાંધકામ તોડવા આદેશ

0
6

૧૫ દિવસમાં ડીમોલીશન કરવા કલેક્ટરનું ફરમાન
અંકલેશ્વર, તા.૪
અંકલેશ્વરના નાયબ કલેક્ટર દ્વારા સીટી સર્વે સુ­ટેન્ડેન્ટને નવી નગરી વિસ્તારમાનું અવૈધ બાંધકામ દિન ૧૫માં દૂર કરવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના સીટી સર્વે નં.૪૭૧૧ ના ટી.પી. સ્કીમ નં.૧ïફાઈનલ પ્લોટ નંબર ૪૮ જે નવી નગરી વિસ્તારમાં આવેલું છે ત્યાં ગેરકાયદેસર રીતે પતરાનું શેડ બાંધીને દબાણ કરાયું હોવાની અરજી નવી નગરીમાં રહેતા કૃષ્ણલાલ જવરાજભાઈ પટેલે કરી હતી. જેની સુનાવણી તા.૨૭-૧૨-૨૦૧૮ના રોજ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં યોજાઈ હતી. જેમાં આ દબાણ સરકારી જમીન પર થયું હોવાનું પૂરવાર થતા અંકલેસ્વરના નાયબ કલેક્ટર દ્વારા અંકલેશ્વર સીટી સર્વે સુ­ટેન્ડન્ટને આ દબાણ ૧૫ દિવસમાં તારીખ નક્કી કરીને જરૂરી પોલીસ બંદોબસ્ત મેળવી આ દબાણ દૂર કરવા માટે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ સરકારી જમીન પરનું દબાણ અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવતુ હોવા છતાં એના પર પાલિકા દ્વારા કોઈ પગલા લેવાયા નથી અને આર્યની વાત છે. હવે સીટી સર્વે સુ­ટેન્ડેન્ટને નાયબ કલેક્ટરે ૧૫ દિવસમાં આ દબાણ દૂર કરવા આદેશ અપાયા છે. ત્યારે હવે એ દૂર થાય છે કે રાજકીય દબાણ હેઠળ આદેશની અવગણના થાય છે એ જાવું રહ્નાં !!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY