અંકલેશ્વરમાં મહાશિવરાત્રી પર્વે શિવાલયોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

0
14

શ્રદ્ધાળુઓમાં ભક્તિનું ઘોડાપુર
અંકલેશ્વર, તા.૪
સમગ્ર અંગલેશ્વર પંથકમાં ભગવાન શિવની આરાધનાના મહાપર્વ શિવરાત્રિની શ્રદ્ધા અને આસ્થા સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.
શિવના વાર સોમવારે જ મહાશિવરાત્રી પર્વવતા ભક્તોમાં અનન્ય આનંદ અને શ્રદ્ધા જોવા મળી હતી. અંકલેશ્વર નગરના વિવિધ શિવાલયો અંતરનાથ મહાદેવ, માંડવ્યેશ્વર મહાદેવ, માર્કન્ડેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, એકલિંગનાથજી મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભોલેનાથના દર્શનાર્થે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. બમ બમ ભોલે અને હર હર મહાદેવનાં નારાથી શિવાલયો ગૂંજી ઉઠ્યા હતા. સવારથી ભગવાન શિવને નીર, ક્ષીર અને બિલિપત્ર ચડાવવા ભક્તોની લાંબી કતારો જામી હતી. મોટાભાગના મંદિરોમાં શિવની પ્રસાદી એવું ભાંગ ઠંડાઈનું વિતરણ કરાયું હતું.
અંકલેશ્વર રામકુંડ સ્થિત પૌરાણિક માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વને લઈ લઘુરૂદ્રનું આયોજન કરાયું હતું. અંતરનાથ મહાદેવ મંદિરે પણ રૂદ્ર યોજાયો હતો. આ બંને સ્થળે સેîકડો ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમમાં શિવ આરાધના કરીને કૃતાર્થ થવાની લાગણી અનુભવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર સજાદ ગામે સિદ્ધરૂદ્રેશ્વર મહાદેવ, ભડકોદરા સ્થિત શિવ મંદિર સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિવરાત્રીની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY