મોરબી,તા.૨
મોરબી જીલ્લામાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે વ્યક્તિ માટે તેમના માતાપિતા પાસેથી સંમતિપત્ર રજૂ કરશે તેમને મોરબીમાં ભાડે મકાન આપવામાં આવશે આ જાહેરનામું એકલા મોરબી ભાડે રેહવા આવતા વ્યક્તિઓ માટે બહાર પાડવામાં આવ્યું છે.
મોરબીના અધિક જિલ્લા કલેકટર કે પી જાશીએ તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું બીજા જાહેરનામાં કરતા એમ અલગ પડે છે કે આ જાહેરનામાં એવો ઉલેખ કરવામાં આવ્યો છે કે મોરબી ઉધોગ નગરી છે તો અહી મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે આવતા હોય છે. જેના કારણે તેમને એકલા પણ રહેવું પડે છે. કેટલાક અભ્યાસ માટે પણ મોરબી આવતા હોય છે. તેથી વાલીનો સંમતિપત્ર સાથે લાવે જેથી કોઈ અનિચ્છનીય બનતા અટકાવી શકાય.
કલેકટર, કેતન જાષીએ આ મામલે જણાવ્યું કે, ‘ મોરબી જિલ્લામાં બીજા રાજ્યોમાંથી પણ લોકો મજૂરી કામ માટે આવતા હોય છે. તે કયા હેતુથી અહીં રહે છે અને ક્યાં કામ કરે છે તેની જાણકારી હોવી જોઇએ. અમને મળેલી સતા અનુસાર સી.આર.પી.સી ૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડેલ છે એક બાબત ખાસ સાંકડી લેવામાં આવી છે કે કોઈ સિંગલ યુવક કે યુવતી કોઈ મકાનમાં ભાડે રહે તો તેમનો રેહવાનો હેતુ અને તેના વાલીઓની સંમતિ આ બે વસ્તુનો જાહેરનામાં ઉમેરો કર્યો છે. આ બાબતની ખાસ તકેદારી રાખી છે આ જાહેર નામનો ચુસ્ત અમલ થવો જાઇએ.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





