સુરત,તા.૨
જૈન સમુદાયમાં દીક્ષા દાનેશ્વરી તરીકે ઓળખાતા સુરત શેહરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં મુમુક્ષ્ઓ સંયમના માર્ગે પ્રયાણ કરે છે. એવામાં હવે સુરતની ૧૩ વર્ષની વૈશ્વિ ૩ હજાર કિલોમીટરનો વિહાર કર્યા બાદ દીક્ષા અંગીકાર કરવા જઈ રહી છે. આ સાથે અભયદેવ સૂરિશ્વરજી મહારાજા અને આચાર્ય મોક્ષરત્ન સૂરિશ્વરજી મહારાજ આદી ગુરુભગવંતોનો સુરતમાં નગર પ્રવેશ થશે.
આજથી તપાગચ્છિય પ્રવર સમિતિ કન્વીનર અભયદેવ સૂરિશ્વરજી મહારાજા અને આચાર્ય મોક્ષરત્ન સૂરિશ્વરજી મહારાજ આદી ગુરુભગવંતોનો સુરતમાં નગર પ્રવેશ થશે. જે પ્રસંગે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો પૈકી સૌથી મહત્વનો કાર્યક્રમ આગામી તા.૧૮થી ૨૩ જૂન વચ્ચે અડાજણ ખાતે યોજાશે જેમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસરમાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સ યોજાશે. જેની સાથે અનેરો ઉત્સવ પણ યોજાશે જેમાં કુમારી વૈશ્વિ રજાહરણ(દીક્ષા)અંગીકાર કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







