ભારત-રશિયા વચ્ચે સંબંધ મજબુત

0
10

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રશિયાની ઐતિહાસિક યાત્રા પર છે. સમગ્ર દુનિયાનુ ધ્યાન રશિયા પર કેન્દ્રિત થયુ છે. હાલમાં વડાપ્રધાન મોદી ચીનની અનૌપચારિક યાત્રા પર પણ જઇને આવ્યા છે. જે દરમિયાન અનેક બાબતો પર સહમતી બની હતી. જા કે રશિયા અને ચીન વચ્ચે ભારતના જે પ્રકારના સંબંધ છે તેમાં ખુબ અંતર છે. આજે પણ રશિયા અને ચીન વચ્ચે ભારતના સંબંધની વાત કરવામાં આવે તો તમામ લોકો કહી શકે છે કે રશિયા ભારતના વધારે વિશ્વાસપાત્ર દેશ તરીકે છે. રશિયાએ હમેંશા ભારતને જુદા જુદા મુશ્કેલ સમયમાં મદદ કરી છે. વૈશ્વિક ત્રાસવાદ હોય કે પછી અન્ય કોઇ સંબંધિત મુદ્દા પર વાત હોય ભારતને હમેંશા રશિયાએ મદદ કરી છે. રશિયા સાથે વધતા જતા ભારતના સંબંધ પારસ્પરિક વિશ્વાસ પર આધારિત છે. જે હમેંશા વધારે મજબુત થઇ રહ્યા છે. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન ફરી એકવાર પ્રમુખ તરીકે સત્તારૂઢ થઇ ગયા છે. ભારતને તેઓ કેટલુ મહત્વ આપે છે તે બાબતની સાબિતી આના પરથી મળી જાય છે કે પ્રમુખ બનતાની સાથે જ પુટિને મોદીને રશિયા આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ. વૈશ્વિક સ્થિતી ઝડપથી બદલાઇ રહી છે. ચીન પોતાના પ્રભાવને વધારી દેવા માટે પ્રયાસ કરે છે ત્યારે ભારત નવી વ્યુહરચના સાથે આગળ વધે તે જરૂરી છે. રશિયા સાથે દશકોથી ભારતના મજબુત સંબંધ રહ્યા છે. કટોકટીના સમય પર પણ બન્ને સાથે રહ્યા છે. એટલુ જ નહીં બલ્કે ભારતે પણ હમેંશા રશિયાની સાથે તેના મુશ્કેલ સમયમાં રહીને પોતાની મિત્રતાની સાબિતી આપી છે. ભારતના છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા સાથે સંબંધ વધારે મજબુત થયા હોવા છતાં ભારતે રશિયાને સૌથી વધારે મહત્વ સતત આપ્યુ છે. રશિયાની સાથે મિત્રતાના ભોગે કોઇ કામ કરવામાં આવી રહ્યા નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના દિવસે રશિયાની ઐતિહાસિક યાત્રાએ પહોંચી ગયા છે. અલબત્ત તેમની આ પ્રથમ રશિયન યાત્રા નથી પરંતુ અન્ય યાત્રાઓ કરતા આ યાત્રા અલગ છે. રશિયામાં ભારતના રાજદૂત પંકજ સારણે માહિતી આપતા કહ્યું છે કે, બીજી વખત પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા બાદ માત્ર બે સપ્તાહની અંદર જ પ્રમુખ વ્લાદીમીર પુટિને પોતે ફોન કરીને મોદીને રશિયન યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. પંકજ સારણનું કહેવું છે કે, બંને નેતાઓ વચ્ચે આ ખુબ જ મહત્વપૂર્ણ બેઠક રહી છે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, પુટિને મોદીને ચોથી વખત પ્રમુખ બન્યા બાદ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતુ. બંને દેશો વચ્ચે અને બંને નેતાઓ વચ્ચે પણ અંગત સંબંધો પણ ખુબ મજબૂત રહ્યા છે. સારણનું કહેવું છે કે, બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એકબીજાની અર્થવ્યવસ્થા અને પ્રભાવને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે પારસ્પર સહયોગ પર ચર્ચા કરી રહ્યા છે. મોદી રશિયાના સોચીમાં પુટિન સાથે વાતચીત કરવા માટે પહોંચી ગયા છે. આ પ્રવાસના એક મહિના પહેલા જ મોદીએ ચીનના પ્રમુખ શી જિંગપિંગ સાથે પણ આ રીતે જ અનૌપચારિક બેઠક યોજી હતી. દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત મોદી અને પુટિન વચ્ચે ઇરાન ન્યુક્લિયર ડિલથી અમેરિકાના અલગ થવાના નિર્ણય ઉપર પણ ચર્ચા કરી હતી. ભારત અને રશિયા બંને ત્રાસવાદથી અસરગ્રસ્ત દેશોમાં છે જેથી બંને પક્ષો આઈએસના ખતરા અને અફઘાનિસ્તાન-સિરિયાના મુદ્દા ઉપર પણ ચર્ચા કરી રહ્યા છે.
બંને દેશોના વડાઓ ત્રીજી દુનિયાના દેશોના પરમાણુ ક્ષેત્રમાં સહકારને લઇને પણ વાતચીત કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ભારતના પરમાણુ પ્લાન્ટનો મુદ્દો પણ ચમકી રહ્યા છે. મોદી સોચી એરપોર્ટ ઉપર પહોંચ્યા બાદ રશિયાના ટોપ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મોદી પુટિનના રિસોર્ટ પર પહોંચી ગયા હતા. બન્ને દેશો પારસ્પિક સંબંધોને નવી ઉચાઇ પર લઇ જવા માટે પ્રયાસ સતત કરતા રહ્યા છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY